Tuesday 27 December 2022

 આચાર્ય કણાદ : પ્રાચીન અણુવાદના પ્રણેતા

19મી સદીની શરૂઆતમાં પરમાણુ સિદ્ધાંતનો વિકાસ કરવાનોએક અંગ્રેજી રસાયણશાસ્ત્રી જોન ડાલ્ટનના ફાળે જાય છે. ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે જોન ડાલ્ટનથી અઢી હજાર વર્ષ પહેલા, પરમાણુ / અણુ સિદ્ધાંત   ભારતીય ઋષિ અને ફિલસૂફ આચાર્ય કણાદ દ્વારા આપવામાં આવ્યો હતો. આચાર્ય કણાદ દ્વારા  પદાર્થના અતિસુક્ષ્મ સ્વરૂપ જેવા કણને  “ અણુ” તરીકે ઓળખાવે છે.  જ્યારે પરમાણુ શબ્દ બ્રહ્મસંહિતાનાં પાંચમા પ્રકરણમાં  ઉલ્લેખ થયેલ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો “ આધુનિક વિજ્ઞાનનો પરમાણુ અને  આચાર્ય કણાદનો અણુ એકબીજાના પર્યાય તરીકે વપરાયેલા  હોય તેવું માની શકાય.પાંચમી કે ચોથી સદીની આસપાસ થઈ ગયેલા ભારતીય  ફિલોસોફર પાકુધા કાત્યાયન પણ ભૌતિક વિશ્વના પરમાણુ બંધારણ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા. પાકુધા કાત્યાયન ભગવાન બુદ્ધના સમકાલીન માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 5મી અને ત્રીજી સદીની વચ્ચે, ભગવદગીતામાં અણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (અધ્યાય 8, શ્લોક 9)

ગુજરાતના સોમનાથ પાસે આવેલ પ્રભાસ ક્ષેત્રમાં ઈસવીસન પૂર્વે 600માં, આચાર્ય કણાદનો જન્મ થયો હતો. તેઓ તત્વજ્ઞાની ઉલ્કાના પુત્ર હતા. તેથી કેટલાક તેમને ઉલુક તરીકે પણ ઓળખે છે. તેમનું સાચું નામ મુની કશ્યપ હતું. (આ બાબતે મને શંકા છે.)  કહી શકાય કે તેઓ કશ્યપ ગોત્રના  સંતાન હતા. કેટલાક તેમને કણભુક તરીકે પણ ઓળખે છે. 1992માં પ્રકાશિત થયેલ કેશવ મિશ્ર રચિત તર્કભાષાના  ગુજરાતી અનુવાદમાં સંપાદક નોંધે છેકે “ ખેતરમાં નીચે પડેલા દાણા /કણ વીણીને તેઓ આહાર કરતા હોવાથી તેમને  કણાદ અથવા કણભુક  કહેવામાં આવે છે.  તેમના પરમાણુ વાદના આધારે તેમને કણનું અદન કરનાર એટલે “કણાદ” એમ પણ માનવામાં આવે છે. મહર્ષિ કણાદ એક પૌરાણિક વ્યક્તિ બની ગયા છે. તેથી તેમના જીવન અને સમયે વિશે હજુ પણ ચોક્કસ માહિતી મળતી નથી.વાયુપુરાણ શ્લોકના આધારે તેમને ગૌતમ બુદ્ધના સમકાલીન પણ માનવામાં આવે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર પણ તેનો ઉલ્લેખ કરે છે. તેથી તેમની નજરમાં પણ તેઓ મુનિ છે. એટલે કે તેઓ  ઠીક ઠીક વાત્સાયનની પૂર્વે થઇ ગયા હશે. એનાથી વિશેષ કંઇ કહી શકાય તેમ નથી.”

વાયુપુરાણના પૂર્વ ખંડમાં પ્રભાસ ક્ષેત્રમાં સોમ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા,  તેવો ઉલ્લેખ આવે છે.  કણાદ મુનિ આ મહાત્માના શિષ્ય હતા. તેમના માટે ઉલુક નામ પણ વપરાય છે. મહાભારતમાં ભીષ્મના મૃત્યુનુ અવસર ઉપર ઉલુક મુનિના આગમનનો ઉલ્લેખ કરેલ છે. અન્ય સ્થાનો ઉપર વિશ્વામિત્રના પુત્ર અથવા વંશજોમાં પણ ઉલુકનો  ઉલ્લેખ થયેલો છે.  વત્સ દેશમાં ઉલુક  ઋષિના આશ્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભીષ્મપિતા દ્વારા જ્યારે કન્યા અંબાનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેમને થોડા સમય માટે ઉલુક ઋષિના આશ્રમમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત શકુનીના પુત્રનું નામ ઉલુક હોવાનો ઉલ્લેખ છે. જે એકવાર દુર્યોધનનો દૂત બનીને પાંડવ શિબિરમાં ગયો હતો. આ બધા નામ અને ઉલ્લેખને આચાર્ય ઘણા સાથે કેટલો સંબંધ છે તે કહી શકાતું નથી. 

કહેવાય છે કે એકવાર ઉલુક તેમના પિતા સાથે પ્રયાગની થયા તીર્થયાત્રા ઉપર હતા. રસ્તામાં યાત્રાળુઓએ  મંદિરમાં અર્પણ કરેલ ફૂલો અને ચોખાના દાણાથી શેરીઓમાં ગંદકી કરી હતી.  ઉલુક ચોખાના નાના નાના કણોથી મોહિત થઇ ગયા હતા. તેઓએ જમીન પર પથરાયેલા ચોખાના દાણા એકઠા કરવા લાગ્યા. આ રીતે  અજાણ્યા મનુષ્યને રસ્તામાંથી અનાજ ભેગો કરતા જોવા માટે  ભીડ એકઠી થઇ ગઇ. લોકોએ તેને પૂછ્યું “ જે અનાજ અને ભિખારી પણ હાથ ન લગાડે દેવાના જ તેઓ શા માટે એકઠા કરી રહ્યા છે?  તેણે કહ્યું કે “ ચોખાના એક એક અલગ દાણો તમને  નકામો લાગશે, પરંતુ તેને સંગ્રહ કરવામાં આવે તો, તેના વડે એક વ્યક્તિનું ભોજન થઈ શકે. દરરોજ રસ્તામાં રીતે  ફેંકવામાં આવતા અનાજનો સંગ્રહ કરવામાં આવે તો સમગ્ર પરિવારનું ભોજન તેમાંથી નીકળી શકે.  કારણ કે આખરે સમગ્ર માનવજાત ઘણા પરિવારોથી બનેલી છે. આ રીતે ઉલુકએ સમજાવ્યું કે “ચોખાનું એક દાણો પણ વિશ્વની તમામ મૂલ્યવાન સંપત્તિ જેટલો જ મહત્વપૂર્ણ છે.” 


આ ઘટના બાદ લોકો તેમને કણાદ તરીકે ઓળખવા લાગ્યા કારણકે સંસ્કૃત ભાષામાં દ્રવ્યના સૌથી નાના ભાગને “કણ” તરીકે ઓળખવામાં આવે છે. આમ  નાના-નાના કણ એકઠા કરનાર વ્યક્તિ તરીકે લોકો તેમને કણાદ તરીકે ઓળખવા લાગ્યા. ચોખાના એક કણથી, ઉલુકની કલ્પનાને છુટ્ટો દોર મળ્યો. તેમણે અદ્રશ્ય વિશ્વ પ્રત્યેના પોતાના આકર્ષણને આગળ ધપાવવા માટે, પદાર્થના નાનામાં નાના એકમ તરીકે “કણ”ને પ્રસ્થાપિત કર્યો અને  આગળ જતાં પોતાના વિચારો લખવાનું શરૂ કર્યું. પોતાની પાસેનું જ્ઞાન બીજાને શીખવવાનું શરૂ કર્યું. લોકો હવે તેમને આચાર્ય કણાદ તરીકે ઓળખવા લાગ્યા. આચાર્યનો અર્થ થાય શિક્ષક. તેમના નામનો અર્થ થતો હતો નાના નાના કણોનો શિક્ષક. 

એક વાર કણાદ ચોખાનું  બનેલ  ભોજન લઇને ચાલતા હતા, ત્યારે તેમણે ખોરાકદાણાનું  વિભાજન કરવા લાગ્યા. છેવટે એક સૂક્ષ્મ કણો વધ્યો, જેનું વિભાજન કરવું શક્ય નહોતું. આ ક્ષણથી આચાર્ય કણાદે, એવા કણની કલ્પના કરી, જેને વધુ વિભાજિત કરી શકાય તેમ ન હતો. આ અવિભાજ્ય પદાર્થને તેઓ અણુ તરીકે સંબોધવા લાગ્યા.  જોકે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં પરમાણુ અને અણુ બંનેની વ્યાખ્યા અલગ અલગ છે. આચાર્ય કણાદે પ્રસ્તાવ મૂક્યો હતો કે “ પદાર્થનો અતિસુક્ષ્મ હિસ્સો જેને અણુ તરીકે ઓળખવામાં આવે છે, તેને મનુષ્ય કોઈપણ માનવઅંગ દ્વારા અનુભવી શકતો નથી. એટલું જ નહીં તેને નરી આંખે નિહાળી શકતો પણ નથી.પદાર્થની સ્વાભાવિક લાક્ષણિકતાથી  પરમાણુ એકબીજા સાથે જોડાય છે. જ્યારે  બે પરમાણુ  જોડાય છે  ત્યારે દ્વિનુકા બને છે. તેમની પાસે  જોડાયેલા પિતૃઅણું જેવી જ  લાક્ષણિકતાઓ હોય છે. 

આ ફિલસૂફીના અનુયાયીઓ આગળ એવું માનતા હતા કે સમાન પદાર્થના અણુઓ એકબીજા સાથે જોડાઈને દ્વ્યાનુકા (દ્વિ-પરમાણુ પરમાણુઓ) અને ત્રીનુકા (ત્રિ-પરમાણુ પરમાણુ) ઉત્પન્ન કરે છે. આચાર્ય કણાદે સમજાવ્યું કે પૃથ્વી પર વિદ્યામાન અલગ-અલગ પદાર્થ, અલગ અલગ પ્રકારના અણુઓના સંયોજન દ્વારા બન્યો છે.  તેમણે એ વાત પણ સમજાવી કે ગરમી એટલે કે ઉષ્માની હાજરીમાં, પદાર્થમાં રાસાયણિક ફેરફાર કરી શકાય છે. ગરમીને  ઉપયોગમાં લઈને વિવિધ અણુઓને જોડી શકાય છે. આ ઘટના માટે ઉદાહરણ તરીકે તેમણે માટીના વાસણને પકાવવામાં આવે ત્યારે કાળા પડી જાય છે, અને ફળ પાકે છે ત્યારે તેનો રંગ બદલાય છે. તેના ઉદાહરણ આપ્યા હતા. આચાર્ય કણાદે 'જીવન'ને ​​અણુઓ અને પરમાણુઓના સંગઠિત સ્વરૂપ તરીકે અને 'મૃત્યુ'ને તે અણુઓ અને અણુઓના અસંગઠિત સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું.

આચાર્ય કણાદે પોતાના જ્ઞાન અને દર્શન શિષ્યોને આપવા માટે એક નવી શાખાની સ્થાપના કરી હતી. જેને  વૈશેષિક શાળા કહે છે.  વૈશેષિકદર્શનમાં  તેમણે અણુ અને બ્રહ્માંડની પ્રકૃતિ વિશે પોતાના ખ્યાલો રજૂ કર્યા છે.  તેમના સમય કાળમાં તેમણે પોતાના સંશોધનોને લાગતો ગ્રંથ લખ્યો હતો.જેનું નામ વૈશેષિક દર્શન હતું. મહર્ષિ કણાદ રચિત વૈશેષિકસૂત્રને  વૈશેષિક દર્શનના પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. 10 અધ્યાય વાળા ગ્રંથનું નિર્માણ 10 દિવસમાં થયું હોવાનું અનુમાન છે. એક દંતકથા પ્રમાણે  ભગવાન શિવે ઉલુકનું સ્વરૂપ લઈને તેમને વૈશેષિક દર્શનનું જ્ઞાન આપ્યું હતું. આ કારણસર તેમના દર્શનને “ઔલુક્ય દર્શન” પણ કહે છે. તેમના કાર્યને કારણે તેઓ અણુ સિદ્ધાંતના પિતા તરીકે જાણીતા બન્યા હતા. અણુ સિદ્ધાંતની ચર્ચા કરતી વખતે, તેમણે બ્રહ્માંડને સાત શ્રેણી વડે વ્યાખ્યાયિત કર્યું હતું. તેમના મત પ્રમાણે બ્રહ્માંડની વ્યાખ્યામાં, નીચેની ૭ શ્રેણી/ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હતા. 


  1. દ્રવ્ય (matter)

  2.  ગુણ (quality)

  3.  કર્મ (action)

  4.  સામાન્ય (Generic species)

  5. વિશેષ ( Unique trait)

  6. સમન્વય (Combination) 

  7. અભાવ (Non-existence)

આચાર્ય કણાદે વધારે સ્પષ્ટતા કરવા માટે તેમણે  દ્રવ્યને નવ અલગ અલગ પ્રકારમાં વહેંચણી કરી હતી.  આધુનિક  વિચારધારા પ્રમાણે  તેમાં  પદાર્થની અવસ્થા ઉપરાંત, પદાર્થ સાથે સંકળાયેલ  ગુણધર્મનો સમાવેશ પણ કર્યો હતો. કણાદ દ્વારા દર્શાવવામાં આવેલ  દ્રવ્ય (matter)ને નવ અલગ અલગ પ્રકારની શ્રેણી/ વિભાગમાં વહેંચ્યા હતા. 

  1. પૃથ્વી ( ઘન પદાર્થ)

  2.  જળ ( પ્રવાહી પદાર્થ)

  3.  વાયુ ( વાયુ પદાર્થ)

  4.  તેજ ( પ્રકાશ- Light) (આજે આપણે જોઇએ છીએ કે બ્રહ્માંડ ની શરૂઆતમાં અલગ-અલગ પ્રકારના  સાહેબ તમે પાર્ટિકલ્સ ભેગા થાય છે ત્યારે,  પ્રથમવાર પ્રકાશ નું સર્જન થાય છે. )

  5.  આકાશ (ઈથર)

  6.  દિક (  દિશા / અવકાશ પરિમાણ)

  7.  કળા ( સમય ) ( આધુનિક વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે સ્પેસ ટાઈમનો કન્સેપ્ટ આપ્યો છે. તેને આચાર્ય કણાદે અલગ અલગ સ્વરૂપે, એટલે કે  દિક અને કળા તરીકે ઓળખાવ્યા છે.

ઉપરોક્ત  ૭ શ્રેણીને  મનુષ્ય પોતાની ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે.  મનુષ્ય બ્રહ્માંડની જે અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા સમજી શકતો નથી, તેવી લાક્ષણિકતાને આચાર્ય કણાદે  આઠ અને નવમા સ્વરૂપે  દર્શાવેલ છે. 

  1.  મનસ (મન/mind)

  2. આત્મા (soul) 

આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતીય સિદ્ધાંતોને  સાબિત કરવા માટે તે સમયે પ્રયોગમુલક આધાર લેવામાં આવતો ન હતો. તે જ કારણસર આચાર્ય કણાદના પરમાણુ સિદ્ધાંતમાં પ્રયોગમુલક આધારનો અભાવ છે.  આ એક માત્ર કારણસર તેમના સિદ્ધાંતોને અવગણી શકાય નહીં. અનુભવી ઓસ્ટ્રેલિયન ઇન્ડોલોજીસ્ટ એ.એલ. બાશમના શબ્દોના શબ્દોમાં કહીએ તો, “ આચાર્ય કણાદે વિશ્વનની ભૌતિક રચનાને સમજાવવા માટે, ખૂબ જ તેજસ્વી બૌદ્ધિક કલ્પનાશીલતા સાથેની સમજૂતી રજૂ કરી હતી. જે મોટા પ્રમાણમાં આધુનિક ભૌતિકશાસ્ત્રની શોધો સાથે સામ્યતા ધરાવે છે.”  વિજ્ઞાન લેખક દિલીપ એમ. સાલ્વીના જણાવ્યા મુજબ, "આચાર્ય કણાદના સૂત્રોનું વિશ્લેષણ કરવામાં આવે તો, જાણવા મળશે કે તેમનો અણુ સિદ્ધાંત ગ્રીક ફિલસૂફો, લ્યુસિપસ અને ડેમોક્રિટસ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્ધાંતો કરતાં વધુ અદ્યતન આધુનિક હતો." પ્રખ્યાત ઈતિહાસકાર, ટી.એન. કોલબ્રુકે કહ્યું છેકે, "યુરોપના વૈજ્ઞાનિકોની સરખામણીમાં, આચાર્ય કણાદ અને અન્ય ભારતીય વૈજ્ઞાનિકો આ ક્ષેત્રના વૈશ્વિક માસ્ટર હતા.”

21 Lessons for the 21st Century નામના પુસ્તકના બારમા પ્રકરણ “humility / નમ્રતા”માં  લેખક યુવલ નોહ હરારી નોંધે છેકે “એરોપ્લેન અને ન્યુક્લિયર બોમ્બની શોધ ભારતીય ઉપખંડમાં  પ્રાચીન  ઋષિ દ્વારા કરવામાં આવી હતી. તમને ખબર છે મહર્ષિ ભારદ્વાજ દ્વારા રોકેટ અને એરોપ્લેનની શોધ થઈ હતી. મહર્ષિ વિશ્વામિત્રે મિસાઈલની શોધ કરી હતી, એટલું જ નહીં તેનો ઉપયોગ પણ કર્યો હતો.આચાર્ય કણાદ  ફાધર ઓફ એટમિક થિયરી તરીકે જાણીતા હતા. અને … મહાભારતમાં પરમાણુ શસ્ત્રોનું વર્ણન છે?” 

માઈન્ડ  એન્ડ  મેટર પુસ્તકની પ્રસ્તાવનામાં સુભાસ કાક, આચાર્ય કણાદના વૈશેષિક દર્શન વિશે નોંધે છેકે “  ન્યાય અને વૈશેષિક દર્શનમાં માનવીનું મન ખાલી સ્લેટ જેવું નથી. મનનું બંધારણ જ, વિશ્વની પ્રકૃતિનું થોડું જ્ઞાન પ્રદાન કરે છે. જેમાં પ્રત્યક્ષ અનુમાન, અનુમાન, સામ્યતા અને મૌખિક જુબાની જેવા ચાર પ્રમાણ દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.  વૈશેષિક દર્શનના મારા અધ્યયનમાં મને ખાતરી થઈ ગઈ છેકે, “આઇઝેક ન્યૂટન કરતા સૌથી પહેલા મહાન નેચરલ ફિલોસોફર આચાર્ય કણાદ હતા. તેમણે જે વિચાર્યું છે, તેમાં  ઊંડાઈ સિવાય બીજું કાંઈ જ નથી. ભૌતિક નિયમોમાં તેઓ સમપ્રમાણતા એટલે કે સિમેટ્રીનો આશરો લે છે. તેઓ કાર્યકારણને સ્પષ્ટ કરે છે. જેમાં તેમની અપેક્ષા ન્યૂટનની ગતિના નિયમો જેવી જ છે. તેમણે એવી એક અસાધારણ ઔપચારિક સિસ્ટમ બનાવી છે, જેમાં અવકાશ સમય, દ્રવ્ય અને નિરીક્ષણોનો સમાવેશ થાય છે. વ્યક્તિલક્ષી અનુભવ એટલે કે ગુણવત્તા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તે સમજાવે છે. દુર્ભાગ્યે વૈશેષિક-સૂત્રનો કોઈ વૈજ્ઞાનીક અભ્યાસ થયો નથી, જેના આધારે ભૌતિકશાસ્ત્રની સામગ્રીનું અન્વેષણ થઈ શકે. વૈશેષિક-દર્શન ઉપરનું છેલ્લું ભાસ્ય 15મી સદીમાં  શંકર મિશ્રા દ્વારા લખવામાં આવ્યું હતું. ૧૯૧૫માં બ્રજેન્દ્રનાથ સીલ કે જેમણે ભારતીય ભૌતિકશાસ્ત્રનો સામાન્ય સારાંશ લખ્યો હતો, તેમણે શંકર મિશ્રાને વ્યાપકપણે ટાંક્યા હતા. તાજેતરના વૈશેષિક અભ્યાસોએ ભૌતિકશાસ્ત્રીઓને બદલે ફિલસૂફોના રસના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.” (જેના કારણે નિષ્ણાતો ગ્રંથને મેટાફિઝિકલ માને છે.) “

પશ્ચિમ જગતમાં, ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક તત્વચિંતક લ્યુસિપસ અને ડેમોક્રિટસ દ્વારા અણુવાદનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. તેમણે આપેલ  અણુવાદ ઉપર ભારતીય સભ્યતાની અસર હતી? કે તેમણે સ્વતંત્ર રીતે અણુવાદ રજૂ કર્યો હતો? એ આજની તારીખે વિવાદનો મુદ્દો છે. 


Saturday 17 December 2022

“અગસ્ત્ય સંહિતા”માં વિદ્યુત પેદા કરતી “બેટરી”નું વર્ણન આપેલ છે.!

 પશ્ચિમના વૈજ્ઞાનિકો કરતાં પહેલાં જ, 

            ભારતીય ઋષિ વિદ્યુત ઉત્પાદનનું  રહસ્ય જાણતા હતા?


થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર, ભેળસેળિયા સમાચાર વાંચવા મળ્યા. જેનો કેન્દ્રસાર હતો કે “પ્રાચીનકાળમાં  અગત્સ્ય ઋષિ દ્વારા  વિદ્યુત ઉર્જા પેદા કરવા, એટલે કે હાલમાં આપણે જે  બેટરી અથવા સેલ  વાપરીએ છીએ.તેને લગતી માહિતી / ફોર્મ્યુલા  તેમણે “અગસ્ત્ય સંહિતા”માં આપેલ છે. આ વાતને સમર્થન આપતી હોય તેવી એક ઓથેન્ટિક વીડિયો “કાશ્મીર ફાઈલ”ના ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની યુટ્યુબ ચેનલ “આઈ  એમ  બુદ્ધ” ઉપર જોવા મળી છે. ચેનલનાં “ભારત કી બાત”ના  છઠ્ઠા એપિસોડમાં વિદ્યુત અને ઇલેક્ટ્રિક પાવર  જનરેશનની વાત કરવામાં આવી છે. જેમાં ઋષિ અગસ્ત્ય અને “અગસ્ત્ય સંહિતા”માં આપેલ વિદ્યુતકોષનું  વર્ણન થતું હોય તેવો  શ્લોક પણ દર્શાવાયો છે. ઘણા લોકોને આશ્ચર્ય થયું કે “શું ખરેખર અગત્સ્ય સંહિતામાં વિદ્યુત શક્તિને લખતો સિદ્ધાંત છે ખરો?. જો  હોય તો તે ખરેખર કામ કરે છે?  અગત્સ્ય સંહિતામાં આપેલ વીજળીને લગતા શ્લોક અને સિદ્ધાંત ખોટો છે? એવું સાબિત કરવા માટે,ફક્ત ભારતમાં જ નહીં,અમેરિકામાં વસતા કહેવાતો બૌદ્ધિકો પણ કામે લાગી ગયા હતા? આ પ્રશ્નનો ઉકેલ મેળવતા જે માહિતી  મળી, તે માત્ર સામાન્ય માણસની નહિ, અર્બન નક્શલોની પણ આંખ ખોલી દે તેમ છે. અર્બન નક્શલોને હિન્દુસ્તાન કે પ્રાચીન શાસ્ત્રો ઉપર વિશ્વાસ નથી, તેઓ ગમે તે રીતે ઋષિ અગસ્ત્યે આપેલ વિદ્યુતને લગતો શ્લોક કે સિદ્ધાંત ખોટો પાડી શકે છે!  અગત્સ્ય સંહિતાનાં વીજળીને લગતા શ્લોકમાં ખરેખર શું છે? ચાલો તેની ભીતરમાં ઉતરીને સ્પષ્ટ જવાબ મેળવવાની કોશિશ કરીએ.


“અગસ્ત્ય સંહિતા”ની “બેટરી”નું વર્ણન

संस्थाप्य मृण्मये पात्रे

ताम्रपत्रं सुसंस्कृतम्‌।

छादयेच्छिखिग्रीवेन

चार्दाभि: काष्ठापांसुभि:॥

दस्तालोष्टो निधात्वय: 

पारदाच्छादितस्तत:।

संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्‌॥ 

-अगस्त्य संहिता

આજે દરેક ઇલેક્ટ્રોનિક્સ  ઉપકરણમાં વપરાતી બેટરીનું પ્રાચીન રૂપ, અગસ્ત્ય મુનિએ તેમના શ્લોકમાં આપેલું છે.  શ્લોકનો અનુવાદ આ પ્રમાણે થાય. એક માટીનું વાસણ લો, તેમાં તાંબાનીપટ્ટી ગોઠવો. તેમાં કોપર સલ્ફેટ નાખો, પછી વચમાં કરવત વડે લાકડું કાપતી વખતે પેદા થયેલ ભુક્કો ભીનો કરી  ગોઠવો, ઉપર પારો અને ઝીંક મૂકી દો, (પછી બે છેડા ઉપર )વાયરો ભેળવીશું તો મિત્રવરુણશક્તિ(વિદ્યુત શક્તિ)નો ઉદય થશે. આ શ્લોક અને  તેમાં દર્શાવેલ માહિતીની ચર્ચાની શરૂઆત 2015માં થઈ હતી. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા, ફરીવાર આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. 

1938-૩૯માં  જર્મન આર્કિયોલોજીસ્ટ  વિલ્હેમ કોનીગને  બગદાદમાં ખોદકામ વખતે માટીના કુંજા આકારનાં કેટલાક પાત્ર મળ્યા. જેનો ઉપરનો ભાગ ડામરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. કેન્દ્રમાં તાંબાના નળાકારમાં  લોખંડનો સળીયો ગોઠવેલો હતો.  તેમણે પોતાની શોધ વિશે ઓસ્ટ્રેયાના “9 Jhre Irak”માં તેનું  વર્ણન આપ્યું. કોનીગે આ પાત્રોને પ્રાચીન બેબીલોનની બેટરી તરીકે ઓળખાવ્યુ. કેટલાક લોકો તેને \”બગદાદ બેટરી” તરીકે પણ ઓળખે છે. મજાની વાત એ છેકે “ બીજા વિશ્વયુદ્ધ પછી જનરલ ઇલેક્ટ્રિક કંપનીના વિલાર્ડ ગ્રે  નામના વૈજ્ઞાનિકે બગદાદ બેટરી જેવી જ રચના કરી. પરંતુ તેમાં વિદ્યુત પેદા થઈ નહીં.  તેને લાગ્યું કે પાત્રમાંથી  કોઈ ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ  બાષ્પીભવન પામી ચૂકયું છે એટલે તેમાં  કોપર સલ્ફેટ ઉમેર્યું.  અને.. જાણે ચમત્કાર થયો. આ બેટરી વિદ્યુત પેદા કરતી હતી.વિલાર્ડ ગ્રેએ જાહેર કર્યું કે “બેબીલોન દ્વારા શોધવામાં આવેલી બેટરી,  ખરેખર કામ કરતી હતી. જેનો મતલબએ થયો કે “બેબીલોન વાસીઓ વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા.”હવે જ્યારે વિલાર્ડ ગ્રે નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલ બેટરીની રચના જોઈએ છે ત્યારે, આપણને સમજાય છેકે “અગસ્ત્ય ઋષિએ શ્લોકમાં જે પ્રકારની રચના વર્ણવી હતી, લગભગ તેવી જ રચના  બગદાદ કે બેબીલોન બેટરીમાં જોવા મળે છે. સવાલ એ થાય કે “ભારતીય પ્રાચીન  શાસ્ત્રોમાં દર્શાવેલ,  અગસ્ત્ય મુનિનો શ્લોક બગદાદ સુધી કઈ રીતે પહોંચ્યો? 


વી આર નોટ  ધ  ફર્સ્ટ - “રાઈડલ્સ ઓફ એન્સીયંટ સાયન્સ”

લેખક એન્દ્રું થોમસ આ સવાલનો આપે છે. આ ઘટનાનો ઉલ્લેખ, લંડનની સ્પીઅર બુક્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત,એન્દ્રું થોમસનાં પુસ્તક “વી આર નોટ  ધ  ફર્સ્ટ - રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ” (૧૯૭૧)માં જોવા મળે છે. લેખક પુસ્તકના પ્રકરણ-13માં ( પુષ્ઠ ૧૨૩) નોંધે છેકે “ તેમના ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનના રાજકુમારની લાઇબ્રેરીમાં અગત્સ્ય સંહિતાના કેટલાક દસ્તાવેજો તેમનાં દયાનમાં આવ્યા હત. જેમાં વિદ્યુત બેટરી કઈ રીતે બનાવવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. યાદ રહે આ ઉલ્લેખ અગત્સ્ય ઋષિએ આપેલ સંસ્કૃત શ્લોક મુજબનો છે. લેખક લખે છેકે મિત્ર-વરુણ એટલે  વિદ્યુતમાં આવતા બે ધ્રુવ  કેથોડ એનોડ છે.  આ લખાણ  બગદાદમાં આર્કિયોલોજિસ્ટ કોનીગને મળેલ, કોનીગ બેટરી કરતાં પણ વધારે પ્રાચીન છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય કે “ભારતની અગત્ય સંહિતાનુ જ્ઞાન સુમેર બેબીલોન અને ઇજીપ્ત સુધી પહોંચ્યું હતું.” આજના કહેવાતા બૌદ્ધિકો સવાલ કરે છેકે “અગસ્ત્ય ઋષિ દ્વારા  પ્રકાશિત અગત્ય સંહિતામાં આ શ્લોક તો છે જ નહીં?  આનો શું જવાબ  આપીશું?”લો આગળ વાંચો. 

 

આપણે રામાયણમાં  પુષ્પક વિમાનનો ઉલ્લેખ જોયો છે. રાવણ સીતાને ઉઠાવીને હવાઈમાર્ગે  લંકા પહોંચે હતો.સીતાને તે જે રથ/વાહનમાં ઉઠાવે છે. તેને આપણે વિમાન કહીશું કે આકાશયાન? ૧૯૨૦ની આસપાસ  એક મહારાષ્ટ્રિયન સંસ્કૃત વિદ્વાન પરશુરામ  હરી થત્તે, પ્રાચીન સાહિત્યમાં  દર્શાવેલ  વિમાન ઉપર “આકાશયાન” નામનું પુસ્તક લખી રહ્યા હતા. આ સમયે તેમને કેટલાક સવાલ થયા? તેઓ આકાશયાનની બાહ્ય રચનાનું  જ્ઞાન  પ્રાચીન ગ્રંથોમાંથી મેળવી શક્યા પરંતુ, તેની આંતરીક રચના કેવી હતી તે બાબતે તેમને કેટલાક સવાલ ઉઠતા હતા. આવાં સમયે વિદ્વાન રાવ સાહેબ કૃષ્ણજી વાજે તેમની મદદે આવ્યા. કૃષ્ણજી વાજે  પાસે સંસ્કૃતમાં  ટેકનીકલ માહિતી આપતા હોય તેવા પુસ્તકોનો સંગ્રહ હતો. 


શિખિગ્રીવ એટલે મોરની ગરદન?

રાવ સાહેબ કૃષ્ણજી વાજેએ 1891માં પૂનામાંથી એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી હતી. ભારતમાં વૈજ્ઞાનિક ગ્રંથો શોધતી વખતે તેમને ઉજ્જૈનમાં શ્રી એન.વી. ગાડગીલ,કહારવોડી દ્વારા કેટલાક દસ્તાવેજો મળ્યા. જે  અગસ્ત્ય સંહિતા સાથે સંકળાયેલા હતા. આ નકલ  ઉજ્જૈનના જગન્નાથ મંદિરના દામોદર ત્ર્યંબક જોશી પાસેથી મળી હતી. જેનો સમાવેશ “અગત્સ્ય સંહિતા”માં  થયો ન હતો. આ દસ્તાવેજો 1550ની આસપાસના હતા. દસ્તાવેજોમાં દર્શાવેલ વર્ણન વાંચીને, નાગપુરમાં સંસ્કૃત વિભાગના વડા એવા ડૉ.એમ.સી. સહસ્રબુદ્ધેને સમજાયું કે “આ વર્ણન ડેનિયલના કોષ (વિદ્યુત બેટરી) જેવું જ છે. તેથી, તેમણે નાગપુરમાં એન્જિનિયરિંગના પ્રોફેસર શ્રી પી.પી. હોલેને દસ્તાવેજોની માહિતી અનેમાં આપેલી રચના તપાસવા કહ્યું. જેમાં અગસ્ત્યનું સૂત્ર નીચે મુજબ હતું- “संस्थाप्य मृण्मये पात्रे….मित्रावरुणसंज्ञितम्‌॥ હતું.“

શ્લોક વર્ણનના આધારે, શ્રી હોલ અને તેમના મિત્રએ બેટરી બનાવવાની તૈયારીઓ શરૂ કરી. શ્લોકમાં દર્શાવેલ બધી જ સામગ્રી તેમની સમાજમાં આવી, પરંતુ શિખિગ્રીવનો  સાચો અર્થ સમજી શક્યા નહીં. તેમણે સંસ્કૃતિના પારંપરિક અર્થ પ્રમાણે તેનો અર્થ “શિખિગ્રીવ એટલે મોરની ગરદન” કર્યો. મોરની ગરદન મેળવવા માટે તેઓ નજીકના પ્રાણીસંગ્રહાલયમાં ગયા. ત્યાંના પ્રમુખને પૂછ્યું કે, “તમારા પ્રાણી સંગ્રહાલયમાં મોર ક્યારે મરી જશે? આ વાત સાંભળીને  પ્રમુખ  ગુસ્સે થયા અને કહ્યું કેમ? પછી શ્રી હોલે કહ્યું “એક પ્રયોગ માટે મોરની ગરદનની જરૂર છે.” આ સાંભળીને તેણે કહ્યું, ઠીક છે. તમે મને એક અરજી આપો. હું વ્યવસ્થા કરીશ.” 

થોડા દિવસો પછી આ વિષય ઉપર પી.પી. હોલે એક આયુર્વેદાચાર્ય સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે તેમણે આયુર્વેદાચાર્યને આખી ઘટના સંભળાવી ત્યારે તેઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અહીં શિખિગ્રીવનો અર્થ મોરની ગરદન નથી, પરંતુ તેના ગળાનાં રંગ જેવા કોપર સલ્ફેટનો ઉલ્લેખ છે. આ માહિતી મળતાની સાથે જ સમસ્યાનું નિરાકરણ થઇ ગયું. તેના આધારે એક બેટરી સેલ બનાવવામાં આવ્યો. જે  ખરેખર વિદ્યુત પેદા કરતો હતો. આ પ્રકારની બેટરીનું પ્રદર્શન 7 ઓગસ્ટ, 1990 ના રોજ સ્વદેશી વિજ્ઞાન સંશોધન સંસ્થા (નાગપુર)ની ચોથી વાર્ષિક સામાન્ય સભામાં અન્ય વિદ્વાનોની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડિજિટલ મલ્ટિમીટર દ્વારા વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો, ત્યારે ઓપન સર્કિટનું  વીજ દબાણ (વોલ્ટેજ) 1.38 વોલ્ટ હતું,  અને  સર્કિટ કરંટ (વિદ્યુત પ્રવાહ) 23 mA હતો.

“આકાશયાન: પરશુરામ હરી થત્તે”

અગત્સ્ય ઋષિ કોણ હતા?  અગસ્ત્ય સંહિતા શું છે?.  તેની માહિતી તમને સ્ત્રોત દ્વારા પણ મળી શકશે.  અહીં અગસ્ત્ય ઋષિએ આપેલ  સંસ્કૃત શ્લોકઅને શ્લોકનો અનુવાદ  પુસ્તકોમાં કઈ રીતે પહોંચ્યો તેની પણ વાત કરવી છે.  “આકાશયાન” પુસ્તકની માહિતી આપતો, એક સંશોધન લેખ મરાઠી વિદ્વાન શ્રી પરશુરામ હરી થત્તેએ સૌપ્રથમ “વેદિક સામયિક અને ગુરુકુલ સમાચાર”, લાહોર, ભાગ. XXI, નં.7, ડિસેમ્બર 1923માં પ્રકાશિત કર્યો. તે લેખ ફરીવાર એપ્રિલ 1955  સાપ્તાહિક શિલ્પા-સંસાર, ભાગ.1 અંક 16માં  પુન: પ્રકાશિત થયો. જેની નકલ  જર્મની,  અમેરિકા  અને કેટલાક અન્ય દેશોની લાઇબ્રેરીમાં જોવા મળે છે.  પરંતુ ત્યાં માત્ર કોલેજ યુનિવર્સિટી કે અન્ય નામાંકિત વિદ્વાનો જ પહોંચી શકે છે. પરશુરામ હરી થત્તેનાં લેખમાં માત્ર વિમાનની રચના જ નહીં,  વીજ ઉત્પાદન માટે અગત્સ્ય ઋષિએ આપેલ “संस्थाप्य मृण्मये पात्रे….मित्रावरुणसंज्ञितम्‌॥” શ્લોકનો વિધિવતનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં  ધાતુ પર બીજી ધાતુનો ઢોળ કઈ રીતે ચઢાવવો?  તે બાબતનો  ઇલેક્ટ્રોપ્લેટિંગને લગતો શ્લોક પણ છે. વિમાન માટે દોરડાની રચના કઈ રીતે કરવી તેને લગતો શ્લોક પણ છે.આ બધી માહિતી  પ્રાચીન વીમાનને લગતા પુસ્તક “આકાશયાન”માં આપેલી છે.નસીબની બલિહારી કે “પરશુરામ હરી થત્તેનું ““આકાશયાન” પુસ્તકનું પ્રકાશન થઈ શક્યું નહીં.” તેમના અન્ય અપ્રકાશિત પુસ્તકો સાથે અહીં દર્શાવેલ અપ્રકાશિત હસ્તપ્રત હવે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ  ઇન્સ્ટિટયૂટ પુના દ્વારા સાચવેલ છે.


ત્યાર બાદ એન્દ્રું થોમસનાં  પુસ્તક “ વી આર નોટ  ધ  ફર્સ્ટ -   રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ” (૧૯૭૧)માં  અગત્સ્ય સંહિતા અને  વિદ્યુત બેટરીનું  આલેખન  થયેલું જોવા મળે છે.  આ પુસ્તકનો રેફરન્સ લઈને,  બીજું એક પુસ્તક ૨૦૦૦માં પ્રકાશિત થાય છે. “ જેનું નામ છે: “ટેકનોલોજી ઓફ ગોડ”. જેના લેખક છે. ડેવિડ હેચર ચાઈલ્ડ્રેસ. પ્રકરણ-૪ “એન્સિયન્ટ  ઈલેક્ટ્રીક સીટી એન્ડ સક્રેડ ફાયર”માં “વી આર નોટ  ધ  ફર્સ્ટ”નો સંદર્ભ આપેલ છે. ઉપરાંત જુલાઈ ૧૯૬૪માં  પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયેલ લેખની માહિતી પણ છે. વિદ્યુત બેટરી 2000 વર્ષ પ્રાચીન છે, તેવો લેખ એપ્રિલ 1957ના સાયન્સ ડાઈજેસ્ટ પ્રકાશિત થયો હતો. તેનો ઉલ્લેખ પણ છે. કોઈ ભારતીય વિદ્વાને આ વિવાદમાં ઊંડા ઉતારવાનું પસંદ ન કર્યું, માત્ર સવાલ જ કર્યો કે “અગસ્ત્ય સંહિતા”માં આ શ્લોક છે જ નહીં? જો હોય તો પ્રકરણ ક્રમાંક અને શ્લોકનો ક્રમાંક જણાવશો.” બસ એટલુજ લખ્યુ. 


  અગત્સ્ય ઋષિએ  આપેલ  ડ્રાય સેલ  એટલે કે  વિદ્યુત બેટરીને  લખતા મારા લેખના પ્રકાશન બાદ કેટલાક વધારે સંદર્ભ મળી આવતા, ફરીવાર તેના ઉપર પ્રકાશ ફેકવાની ઈચ્છા રોકી શકાતી નથી. 


  આઠમી ઓગસ્ટ  1927નો લાઇબ્રેરીમાં રીસીવનો સિક્કો લાગેલ, ધ મિનેસોટા એલ્યુમની વીકલી  ઉપલબ્ધ થયું છે. જેમાં એક લેખ નું પ્રકાશન થયું હતું. (The Minnesota Alumni Weekly, Vol. No. 27, Number-3 , August-1927) જેના શીર્ષકમાં નીચેના શબ્દો હતા. 


First non-Stop Flight Made 2000 Years B. C. 

Revelations of Ancient manuscript, Discovered by Alumnus, Prove that Ancient Hindus Knew How to Fly, Knew that Hydrogen was Lighter than Air and Knew How to Make Dry Batteries.



પ્રથમ નોન-સ્ટોપ (ફ્લાઇટ)  પ્રાચીન હવાઇ ઉડ્ડયન ઈસવીસન પૂર્વે (બી.સી.) 2000 વર્ષ  પહેલા થયું હતું.


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શોધાયેલ પ્રાચીન હસ્તપ્રતમાં થયેલ ઘટસ્ફોટ, જે સાબિત કરે છેકે પ્રાચીન હિંદુઓ કેવી રીતે ઉડવું (હવાઇ ઉડ્ડયન કરવું) તે જાણતા હતા.તેઓ જાણતા હતા કે હાઇડ્રોજન વાયુ, હવા કરતા પણ હળવો છે. એટલુજ નહિ ડ્રાય બેટરી કેવી રીતે બનાવવી તે પણ તેઓ જાણતા હતા.


ઉપરોક્ત લેખના લેખક ડૉ. વામન આર. કોકટનુર છે. તેઓ ન્યુયોર્કમાં વસનાર ભારતીય મૂળની વ્યક્તિ અને વ્યવસાયે “કન્સલ્ટિંગ  કેમિસ્ટ” તરીકે કામ કરતા હતા પરંતુ તેમનો મુખ્ય શોખ “હાયરોગ્લિફિક્સ” હતો. Dictionary.com ઉપર હાયરોગ્લિફિક્સ  બે અર્થ આપવામાં આવ્યા છે. (1) પ્રાચીન ઇજિપ્તમાં વપરાયેલ લેખનનું એક સ્વરૂપ, જેમાં ચિત્રો અથવા પ્રતીકોનો ઉપયોગ વસ્તુઓ, વિભાવનાઓ અથવા અવાજોનું પ્રતિનિધિત્વ કરવા માટે  થયો છે.  બીજો અર્થ થાય  મુશ્કેલ અથવા અસ્પષ્ટ લેખન.  અહી  બીજો અર્થ પ્રયોગમાં લઈશું કારણકે  ડૉ. વામન આર. કોકટનુરને સંસ્કૃત ભાષામાં લખાયેલ મુશ્કેલ અથવા અસ્પષ્ટ લેખનનું  સાચુ અર્થઘટન કરવાનો શોખ હતો. જેમાં તેમના રસાયણ શાસ્ત્રનો અભ્યાસ અને રસાયણશાસ્ત્રના ઇતિહાસનું જ્ઞાન ઉપયોગી બને છે.  


ડૉ. કોકટનુર ભારતના વતની હતાં, તેઓ બોમ્બે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટી તેમજ મિનેસોટામાં ભણેલા હતાં. તેઓ રસાયણશાસ્ત્રમાં શેવલિન સભ્ય હતા, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિસ્ટના સભ્ય હતા, સિગ્મા XI અને અન્ય ઘણા વૈજ્ઞાનિક સમાજના સભ્ય હતા. હિરોગ્લિફિક્સના તેમના અભ્યાસ પર કામ કરતી વખતે, તેમને એક સંસ્કૃત પુસ્તક મળ્યું જેમાં એક જૂની પરંતુ જાણીતી હસ્તપ્રતના ચાર પાના હતા. જે 1550 માં લખવામાં આવ્યા હતા. આ પાનાં અગસ્ત્યના  એકત્રિત લખાણો ધરાવે છે. 1924 માં ઉજ્જૈન, ભારતના એક ભારતીય રાજકુમારની પુસ્તકાલયમાં વાઝે દ્વારા થોડા પૃષ્ઠો મળી આવ્યા હતા.રસાયણશાસ્ત્રી હોવાને કારણે, ડૉ. કોકટનુરે સ્વાભાવિક રીતે આ હસ્તપ્રતને ઉત્સુકતા સાથે મેળવી હતી, કારણ કે પૌરાણિક કથાઓમાં ઋષિ અગસ્ત્યને હાઇડ્રોજન અને ઓક્સિજન, ડ્રાય ઇલેક્ટ્રિક બેટરી, ઇલેક્ટ્રો-પ્લેટિંગ, પતંગો, ગરમ હવાના બ્લીમ્પ્સ અને પ્રોપેલ્ડ બલૂનનો શોધક હોવાનો શ્રેય આપવામાં આવે છે.

જ્યારે ૫ થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે ( સાલ લગભગ 1926 હોવી જોઈએ, કારણકે લેખનું પ્રકાશન ૧૯૨૭માં થાય છે).અમેરિકન કેમિકલ સોસાયટી, ડેટ્રોઇટ, મિશિગનમાં  એક મિટિંગ મળે છે.  જેમાં ડૉ.કોકટનુર બે પેપરની રજૂઆત કરે છે.  પ્રથમ પેપર રસાયણશાસ્ત્ર લગતું છે. જેમાં દર્શાવાયું છેકે  હાઈડ્રોજન અને ઓક્સિજનની શોધ કરનાર  કેવેન્ડિશ અને પ્રિસ્ટલી પહેલા વૈજ્ઞાનિક ન હતા. તેમના પહેલા પ્રાચીન ભારતમાં ઋષિ મુનીઓને  હાઈડ્રોજન અને ઓક્સિજન વિશેનું જ્ઞાન હતું. ત્યારબાદ તેઓ એક બીજું પેપર વાંચે છે. જેના મૂળ યહૂદી સભ્યતામાં નહીં પરંતુ આર્ય સભ્યતા છે. 


જ્યારે ડૉ. કોકટનુરે તેમને ડ્રાય ઈલેક્ટ્રિક બેટરી બનાવવાની પદ્ધતિનો અનુવાદ વાંચ્યો, જે ખ્રિસ્તી યુગની સદીઓ પહેલા લખાઈ હતી. ત્યારે સંમેલનમાં રસાયણશાસ્ત્રીઓનાં શ્વાસ થંભી ગયા હતાં. તેમના રસાયણશાસ્ત્રના જ્ઞાન પરથી, ડૉ. કોકટનુરે ઓળખી કાઢ્યું કે ડ્રાય બેટરી બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યાં સુધી તેમણે બેટરી નિર્માતાની સલાહ લીધી ન હતી, ત્યાં સુધી તેઓ જાણતા ન હતા કે, પારાના મિશ્રણવાળી ઝીંક પ્લેટનો પ્રતિક્રિયામાં શો ભાગ ભજવે છે. બેટરી નિર્માતાએ  સમજાવ્યું કે તે ધ્રુવીકરણને અટકાવે છે. ડ્રાય ઇલેક્ટ્રિક બેટરી બનાવવાની પ્રક્રિયા સમજાવ્યા પછી, અગસ્ત્ય ઋષિ આપણને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાની સમજ પણ આપે છે: આપણે જાણીએ છીએ કે પ્રાચીન લોકો માટે જાણીતી ઘણી કળાઓ ખોવાઈ ગઈ છે. ડૉ. કોકટનુર હસ્તપ્રત, "અગસ્ત્ય-સંહિતા" ની અધિકૃતતામાં તેમની માન્યતાને સમર્થન આપવા માટે ઘણા પુરાવાઓ પુરા પાડે છે.

"અગસ્ત્ય-સંહિતા"ની અધિકૃતતામાં માટે "પ્રથમ સ્થાને," ડૉ. કોકટનુરે કહે છે. "હકીકત એ છેકે વોલ્ટેઇક કોષની શોધ માત્ર એક સદી પહેલા થઈ હતી.  ધ્રુવીકરણને રોકવા માટેના ઉપાયો હજુ તાજેતરમાં જ શોધવામાં આવ્યા હતા. તેઓ સૂચવે છે કે જો હસ્તપ્રત નકલી હોય તો, કાગળ અને લેખનની સ્થિતિ તપાસીને હસ્તપ્રત 50 વર્ષ કે ઘણી સદીઓ જૂની છે કે કેમ તે શોધી કાઢવું જોઈએ?. આ વાત તેમની પ્રામાણિકતાની તરફેણમાં જણાય છે. તેઓ કહે છેકે એક છેતરપિંડી સફળતાપૂર્વક ચલાવવા માટે માણસ વિજ્ઞાન અને સંસ્કૃત ભાષા બંનેમાં પૂરતો વાકેફ હોય તે જરૂરી છે. સામાન્ય રીતે આવું  બનતું નથી કે માણસ વિજ્ઞાન અને સંસ્કૃત ભાષા બંનેમાં સંપૂર્ણ જાણકાર હોય."

"અગસ્ત્ય-સંહિતા" ની અધિકૃતતા/માન્યતાને સમર્થન આપતા તેઓ લખે છે કે. “ભારતમાં વિજ્ઞાનનું જ્ઞાન માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે, જો કોઈ ભારતીય અંગ્રેજી શિક્ષિત રસાયણશાસ્ત્રી હોય તો તેમાં શંકા છે. ઉપરાંત  કોઈ વિદ્યુત રસાયણશાસ્ત્રીએ હકીકત જાણો કે એકીકૃત ઝીંક ધ્રુવીકરણને અટકાવે છે. તેની શક્યતા નહીવત છે. છતાં  જો કોઈએ આવું નકલી હસ્તપ્રત બનવાનું કૃત્ય કર્યું હોય, તો આવી હસ્તપ્રતને બનાવટી બનાવવા માટે તેની સંસ્કૃત સારી રીતે જાણવાની હોવી ખુબજ જરૂરી છે. જેની સંભાવના તક દૂર (સુધી નહીવત) શૂન્ય છે."

હસ્તપ્રતમાં દર્શાવેલ  "જોડિયા દેવતાઓનું નામ "મિત્ર વરુણ " ખૂબ જ જૂનાં છે.  તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે. 'મિત્ર' શબ્દનો અર્થ થાય છે 'મિત્ર', 'સાથી', બીજા શબ્દોમાં કહીએ તો, 'કેથોડ' કારણ કે આ સ્થાન પર થાપણ કરવામાં આવે છે. "વરુણ' નો અર્થ થાય છે 'લિક્વિફાઇડ અથવા દુશ્મન' (ઝીંકનું) અને તેથી એનોડ." આવા નોંધપાત્ર અર્થ સાથે આવા જોડિયા શબ્દનો ઉપયોગ ચોક્કસપણે ખૂબ મૌલિક વિચાર માંગી લે છે."તે જ રીતે ઓક્સિજન અને હાઇડ્રોજન માટે 'પ્રાણ' (જીવન માટે મહત્વપૂર્ણ) અને 'ઉડાન' (ઉપર-મુખી અથવા ઉપર-મુખી) નામો સમાન મૂળ અને નોંધપાત્ર છે. 


"હિંદુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુઓ વિશે જાણતા હોય તેવું લાગે છે. આવા જ્ઞાનની પ્રાચીનતાનો કોઈ પ્રશ્ન જ નથી. અનાદિ કાળથી ભારતમાં  જન્મેલી જાતિઓએ વારંવાર અમુક પ્રાર્થનાઓનું ઉચ્ચારણ કર્યું છે. જેમાં- આમાંના કેટલાક વાયુઓનો ઉલ્લેખ છે. ભારતમાં દરરોજ ભોજન સમયે લોકો દ્વારા પ્રાર્થનાઓનું પુનરાવર્તન કરવામાં આવે છે." જો આ વાયુઓનું જ્ઞાન એક અલગ ઉદાહરણ હોત,તો કોઈ આ હસ્તપ્રતના કપટપૂર્ણ સ્વભાવ પર સારી રીતે વિશ્વાસ કરી શકે છે. પરંતુ ભારતમાં રસાયણશાસ્ત્રનું ઉચ્ચ સમવર્તી જ્ઞાન એ ક્યારેય વિવાદાસ્પદ હકીકત રહી નથી. હળવા વાયુઓની તૈયારીનું તેમનું જ્ઞાન અને કોસ્ટિક આલ્કલી પદાર્થ, એક્વા-રેજીયાનું સંભવિત જ્ઞાન, તેમની જ્યોતના રંગ દ્વારા ધાતુઓની શોધ, ઝીંકને એક વિશિષ્ટ ધાતુ તરીકે ઓળખવાનું જ્ઞાન, ખ્રિસ્તી યુગની ઘણી સદીઓ પહેલા,ભારતીય જાણતા હતાં. દિલ્હી નજીક દસ ટનના ઘડાયેલા લોખંડના સ્તંભ અને નુરવર ખાતે 24 ફૂટની ઘડાયેલી લોખંડની બંદૂક જેવા તમામ મહાન સ્મારકો, પૂર્વજરૂરીયાતો આ હસ્તપ્રતની "અગસ્ત્ય-સંહિતા" પ્રામાણિકતા દર્શાવે છે."

પેપરની રજૂઆત બાદ મીટિંગમાં ઉપસ્થિત થયેલ લોકો ડોક્ટરનો ખાસ આભાર માને છે. તેઓ સહમત થાય છે કે ડોક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા પણ નિર્ણાયક છે. તેમણે રજૂ કરેલ પેપર  ભવિષ્યમાં “Isis” પ્રકાશિત થશે તેવી વાત પણ કરવામાં આવી હતી. “Isis” ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટી દ્વારા પ્રકાશિત  હતી,  વૈજ્ઞાનિક અને ઐતિહાસિક માહિતીનું  સંકલન કરતી જર્નલ છે.  ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટીએ વિજ્ઞાનના ઇતિહાસના શૈક્ષણિક અભ્યાસ માટે પ્રાથમિક વ્યાવસાયિક સોસાયટી છે. તેની સ્થાપના 1924માં જ્યોર્જ સાર્ટન, ડેવિડ યુજેન સ્મિથ, અને લોરેન્સ જોસેફ હેન્ડરસન દ્વારા કરવામાં આવી હતી. મુખ્યત્વે “આઇસિસ”ના પ્રકાશનને સમર્થન આપવા માટે, 1912માં સાર્ટનએ વિજ્ઞાનના ઇતિહાસની જર્નલ શરૂ કરી હતી.  આ જર્નલમાં ત્યારબાદ ડૉ. વામન આર. કોકટનુરનાં  પેપર રજૂ થયા કે નહી તેની કોઈ માહિતી મળતી નથી.  કારણ કે તે સમયના “આઇસિસ”  જર્નલની નકલ મારી પાસે ઉપલબ્ધ નથી.  તેમ છતાં  “ધ મિનેસોટા એલ્યુમની વીકલી” જર્નલ માં રજૂ થયેલ વિગતોને લઈને દૂધ અને પાણીને અલગ કરી શકે તેવી વાત કરી શકાય છે. કારણકે  “ધ મિનેસોટા એલ્યુમની વીકલી” મિનેસોટા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવતી જર્નલ છે. 





Sunday 11 December 2022

આધુનિક ભૌતિકશાસ્ત્રનું જૈન દર્શન :ધર્મ અને વિજ્ઞાાનનો સમાંતર વહેતો પ્રવાહ...

પરમાણુથી ક્વૉન્ટમ મિકેનિક્સ સુધીની સફર...


જૈન ધર્મમાં ફિલોસોફી ઉપરાંત વિજ્ઞાાન વિશે ઉંડુ ચિંતન થયેલું છે. જૈન મુનીઓએ આધુનિક ભૌતિકશાસ્ત્રનું ખેડાણ કરવાનું પણ બાકી રાખ્યું નથી.સામાન્ય રીતે લોકમાનસમાં વિજ્ઞાાન અને ધર્મ એકબીજાનાં વિરોધી બીંદુઓ હોય તેવું કલ્પી લેવામાં આવે છે. વિજ્ઞાાન જાણનારાં કે વૈજ્ઞાાનિકો ધર્મમાં માનતા હોતા નથી. જ્યારે ધાર્મીક માણસને વિજ્ઞાાન ઉપર શંકાની સોય તાકેલી રાખે છે. આ જનમાનસનું સર્વસામાન્ય તારણ છે. હકીકત ઘણીવાર ઉલટી હોય છે. વૈજ્ઞાાનિકો અને વિજ્ઞાાનમાં વિશ્વાસ રાખનારાં ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખતા હોય છે. લગભગ દરેક ધાર્મિક પુસ્તકમાં પાપોનો પ્રશ્ન પુછવામાં આવતો જ હોય છે. મનુષ્ય ઉત્પત્તિનું મુખ્ય કારણ શું છે? આ સૃષ્ટિ એટલે કે બ્રહ્માંડની રચના કોણે કરી? આ પાયાનાં સવાલોનો ઉત્તર મેળવવા જતા ધાર્મિક લોકો જાણે અજાણે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે દોરેલી અદ્રશ્ય રેખા ઓળંગી જતા હોય છે. ધર્મ હવે વિજ્ઞાાન ક્ષેત્રમાં પ્રવેશી સંશોધન શરૂ કરે છે. અહીં પ્રાચીન મુનિઓનાં માઈન્ડ એક્સપરીમેન્ટ પેદા થાય છે. જેને થોટ એક્સપરીમેન્ટ પણ કહે છે. ધર્મ અને બ્રહ્માંડ બંનેનો મકસદ બ્રહ્માંડનાં રહસ્ય ઉકેલવાનો છે. જૈન ધર્મ તેમાં પાછળ નથી.


જૈન દર્શન : પ્રસ્તાવના


જૈન ધર્મમાં આધુનિક ભૌતિકશાસ્ત્રની ઘણી બધી વિભાવનાઓને સિધ્ધાંત વડે રજુ કરવામાં આવી છે. આધુનિક ભૌતિકશાસ્ત્રને અનુલક્ષીને બે પુસ્તકો વાંચવાલાયક છે. જેમાં જૈન ધર્મમાં ભૌતિકશાસ્ત્ર કઈ રીતે વણી લેવામાં આવ્યું છે તે જાણવું મહત્ત્વનું બની જાય છે. સાયન્ટીફીક સિક્રેટ ઓફ જૈનીઝમ, મુનીશ્રી નંદઘોષ વિજયજી દ્વારા લખવામાં આવ્યું છે. જે જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાાન વચ્ચે રહેલી ખાઈ પુરીને અનોખો બ્રીજ બાંધે છે. બીજુ પુસ્તક ધ સાયન્ટીફીક ફાઉન્ડેશન ઓફ જૈનિઝમ, પ્રો. કાન્તી મરડીયા દ્વારા લખવામાં આવ્યું છે. જૈન ધર્મનાં ગ્રંથો અને સિદ્ધાંતોમાં થિયરી ઓફ રીલેટીવીટી, પરમાણુ પ્રકૃતિ, બ્લેક હોલ્સ, પ્રકાશ, અવાજ, તરંગો, ક્વૉન્ટમ મિકેનિક્સ વગેરે વિશે જાણવા મળે છે. ભૌતિકશાસ્ત્રમાં આલ્બર્ટ આઈનસ્ટાઈને સ્પેસ/અવકાશ/અંતરીક્ષ અને સમયને એક ડાયમેન્શન તરીકે આલેખી છે. જ્યારે જૈન ધર્મ આ બંને રાશીને અલગ અલગ ડાયમેન્શન માને છે. સામાન્ય રીતે ધર્મને આત્મા અને તત્વજ્ઞાાન સાથે જોડવામાં આવે છે. જ્યારે વિજ્ઞાાનને પદાર્થ/મેટર સાથે જોડવામાં આવે છે પણ આપણે જાણીએ છીએ આધ્યાત્મિક દુનિયા અને આપણું ભૌતિક વિશ્વ એક સાથે ચાલી રહ્યું છે. સમગ્ર બ્રહ્માંડ કુદરત/પ્રકૃતિનાં નિયમોને આધીન ચાલી રહ્યું છે. આ નિયમો ભૌતિક શાસ્ત્રમાં લો અને થિયરી બની જાય છે. ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક દુનિયા/ધર્મ બન્ને ભૌતિકશાસ્ત્ર 'ઓવરલેપ' થાય છે જ.


ભૌતિકશાસ્ત્ર પ્રકૃતિનાં નિયમોમાં માને છે ઈશ્વરમાં નહી. ધર્મ ઈશ્વરમાં પણ માને છે અને પ્રકૃતિનાં નિયમોમાં પણ માને છે. એટલે કે કહી શકાય કે ધર્મ અને વિજ્ઞાાન વચ્ચે 'ઓવરલેપ' થતું ક્ષેત્ર પ્રકૃતિનાં નિયમો છે. જેને અનુભવજન્ય અવલોકનો ઉપરથી તારવવામાં આવ્યાં છે. ધર્મ કહે છે કે બ્રહ્માંડ લો ઑફ ફીઝીકલથી ચાલે છે. વાત બરાબર છે. લો ઓફ ફીજીક્સ આપણો ભૌતિક દુનિયાને ચલાવે છે પરંતુ, ભૌતિકશાસ્ત્ર માટે તે પાયાનાં મુળભુત સિધ્ધાંત માત્ર નથી. તેનાથી કંઈક વિશેષ છે. જોઈએ જૈન દર્શન, આધુનિક ભૌતિકશાસ્ત્રને કઈ નજરે જુએ છે. ભૌતિકશાસ્ત્ર પ્રમાણે સમગ્ર સૃષ્ટી જે બ્રહ્માંડ લો ઓફ ફીજીકલ પ્રમાણે ચાલે છે. ઉદાહરણ તરીકે, જોઇએ તો બ્રહ્માંડમાં રહેલાં બે પિંડ તેનાં દ્રવ્ય / મેટર પ્રમાણે એકબીજાને આકર્ષે છે. દ્રવ્યને 'માસ' એટલે કે 'દળ' વડે વ્યક્ત કરવામાં આવે છે. જેનાં ઉપરથી લો ઓફ ગ્રેવીટી એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ બન્યો છે. ગુરૂત્વાકર્ષણનાં નિયમમાં માસ / દળ એ મહત્વનો એકમ છે. હવે મેકનો સિધ્ધાંત કહે છે કે પિંડ તો જડતા ધરાવતો માસ / દળ એ બ્રહ્માંડમાં રહેલો અન્ય પિંડનાં દળ / માસ ઉપર આધાર રાખે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદ, મેક પ્રિન્સીપલને સ્પર્શતા જોવા મળે છે. જૈન ધર્મ કહે છે કે કોઇ પદાર્થ / પુદગલ / બ્રહ્માંડમાં એકલું અટુલું આઇસોલેશન સ્ટેટમાં હોઇ ન શકે. તેને બ્રહ્માંડનાં અલ્પ પીંડો સાથેની આંતરક્રીયા, આકર્ષણ કે ઈન્ટરેકશન વડે જ સમજી શકાય. આ સિધ્ધાંતને આગળ લંબાવીએ તો, જીવ પણ એકલો હોવાનું માનવું ભૂલભરેલું છે. 'જીવ'ને આત્મા એટલે કે 'જીવાત્મા' વડે સ્પીરીચ્યુઅલ વર્લ્ડ સાથે કલ્પી શકાય. ભૌતિક દુનિયામાં પણ એક સજીવનું અસ્તિત્વ અને સજીવો સાથેનાં સહઅસ્તિત્વને આભારી છે.



આમ સજીવોનાં પાયાનાં અસ્તિત્વનો સવાલ, સજીવોનાં એકબીજા સાથેનાં સંબંધો સાથે સંકળાયેલો છે. માટે જૈન ધર્મ માટે ''અહિંસા પરમો ધર્મ'' સિધ્ધાંત પાયાનો સિધ્ધાંત ગણાય છે. કારણ કે જો તમે અન્ય પ્રાણી / સજીવ કે જીવાત્માને નુકશાન પહોંચાડો છો કે મારી નાખો છો ત્યારે તેની અસર અન્ય જીવંત જીવો / સજીવો ઉપરાંત મનુષ્ય ઉપર પણ થાય છે. મનુષ્ય, સજીવ વર્ગની બહાર નથી. અહિંસા એ મનુષ્ય દ્વારા અન્ય પ્રાણી, જીવજંતુને મારવા કે નુકશાન પહોંચાડવાનો નિષેધ દાખવે છે. આમ 'અહિંસા'નાં મુળીયા આધુનિક ભૌતિકશાસ્ત્રથી આધ્યાત્મિક દુનિયા સુધી વિસ્તરે છે.
આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાંક મહાન વૈજ્ઞાાનિકોએ ભૌતિકશાસ્ત્રથી આગળની દુનિયા સાથેનું જોડાણ બતાવ્યું છે. વર્નર હેઇઝેનબર્ગ જે 'પ્રિન્સિપાલ ઓફ અનસરટેન્ટી' માટે જાણીતા છે તેમણે ફિજીક્સ એન્ડ ફિલોસોફી, ફીજીક્સ એન્ડ બિયોન્ડ જેવો પુસ્તક આપ્યા છે. ફીજીકલ રિસર્ચ લેબોરેટરીનાં ડૉ. નરેન્દ્ર ભંડારી માને છે કે હેઇઝેનબર્ગનાં અનસરટેન્ટીનાં મુળીયા જૈન ધર્મનાં 'અનેકાંતવાદ'માં રહેલાં છે. ભૌતિકશાસ્ત્રમાં જે અચોક્કસતા જોવા મળે છે. તેને જૈન ધર્મનાં 'અનેકાન્તવાદ' વડે સમજી શકાય.


અહિંસા પરમો ધર્મ :- મેક પ્રિન્સીપલ કે ''થિયરી ઓફ રીલેટીવીટી''


ભૌતિકશાસ્ત્ર પ્રમાણે સમગ્ર સૃષ્ટી જે બ્રહ્માંડ લો ઓફ ફીજીકલ પ્રમાણે ચાલે છે. ઉદાહરણ તરીકે, જોઇએ તો બ્રહ્માંડમાં રહેલાં બે પિંડ તેનાં દ્રવ્ય / મેટર પ્રમાણે એકબીજાને આકર્ષે છે. દ્રવ્યને 'માસ' એટલે કે 'દળ' વડે વ્યક્ત કરવામાં આવે છે. જેનાં ઉપરથી લો ઓફ ગ્રેવીટી એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ બન્યો છે. ગુરૂત્વાકર્ષણનાં નિયમમાં માસ / દળ એ મહત્વનો એકમ છે. હવે મેકનો સિધ્ધાંત કહે છે કે પિંડ તો જડતા ધરાવતો માસ / દળ એ બ્રહ્માંડમાં રહેલો અન્ય પિંડનાં દળ / માસ ઉપર આધાર રાખે છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદ, મેક પ્રિન્સીપલને સ્પર્શતા જોવા મળે છે. જૈન ધર્મ કહે છે કે કોઇ પદાર્થ / પુદગલ / બ્રહ્માંડમાં એકલું અટુલું આઇસોલેશન સ્ટેટમાં હોઇ ન શકે. તેને બ્રહ્માંડનાં અલ્પ પીંડો સાથેની આંતરક્રીયા, આકર્ષણ કે ઈન્ટરેકશન વડે જ સમજી શકાય. આ સિધ્ધાંતને આગળ લંબાવીએ તો, જીવ પણ એકલો હોવાનું માનવું ભૂલભરેલું છે. 'જીવ'ને આત્મા એટલે કે 'જીવાત્મા' વડે સ્પીરીચ્યુઅલ વર્લ્ડ સાથે કલ્પી શકાય.


ભૌતિક દુનિયામાં પણ એક સજીવનું અસ્તિત્વ અને સજીવો સાથેનાં સહઅસ્તિત્વને આભારી છે. આમ સજીવોનાં પાયાનાં અસ્તિત્વનો સવાલ, સજીવોનાં એકબીજા સાથેનાં સંબંધો સાથે સંકળાયેલો છે. માટે જૈન ધર્મ માટે ''અહિંસા પરમો ધર્મ'' સિધ્ધાંત પાયાનો સિધ્ધાંત ગણાય છે. કારણ કે જો તમે અન્ય પ્રાણી / સજીવ કે જીવાત્માને નુકશાન પહોંચાડો છો કે મારી નાખો છો ત્યારે તેની અસર અન્ય જીવંત જીવો / સજીવો ઉપરાંત મનુષ્ય ઉપર પણ થાય છે. મનુષ્ય, સજીવ વર્ગની બહાર નથી. અહિંસા એ મનુષ્ય દ્વારા અન્ય પ્રાણી, જીવજંતુને મારવા કે નુકશાન પહોંચાડવાનો નિષેધ દાખવે છે. આમ 'અહિંસા'નાં મુળીયા આધુનિક ભૌતિકશાસ્ત્રથી આધ્યાત્મિક દુનિયા સુધી વિસ્તરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાંક મહાન વૈજ્ઞાાનિકોએ ભૌતિકશાસ્ત્રથી આગળની દુનિયા સાથેનું જોડાણ બતાવ્યું છે. વર્નર હેઇઝેનબર્ગ જે 'પ્રિન્સિપાલ ઓફ અનસરટેન્ટી' માટે જાણીતા છે તેમણે ફિજીક્સ એન્ડ ફિલોસોફી, ફીજીક્સ એન્ડ બિયોન્ડ જેવો પુસ્તક આપ્યા છે. ફીજીકલ રિસર્ચ લેબોરેટરીનાં ડૉ. નરેન્દ્ર ભંડારી માને છે કે હેઇઝેનબર્ગનાં અનસરટેન્ટીનાં મુળીયા જૈન ધર્મનાં 'અનેકાંતવાદ'માં રહેલાં છે. ભૌતિકશાસ્ત્રમાં જે અચોક્કસતા જોવા મળે છે. તેને જૈન ધર્મનાં 'અનેકાન્તવાદ' વડે સમજી શકાય.


અનેકાન્તવાદ :- ભૌતિક દુનિયાને જોવા માટેની બારી...


અનેકાન્તવાદ કે સિધ્ધાંત એ જૈન ધર્મનો પાયો છે. જેને સમજ્યાં વિના જૈન ધર્મ કે તેનાં સિધ્ધાંતોને સમજી શકાય નહીં. જૈન ધર્મ પ્રમાણે પદાર્થનાં ગુણધર્મો અનંત છે. આ કારણે માત્ર મનુષ્યનાં મર્યાદીત સંવેદનો કે દ્રષ્ટિકોણથી પદાર્થને સમજી શકાય નહીં. અનેકાન્તવાદ એકસાથે બહુપરીમાણ અને એક કરતાં 'વધારે વ્યુપોઇન્ટ'ને લક્ષ્યમાં રાખે છે. અનેકાન્તવાદનાં મુળીયા, ભગવાન મહાવીર સ્વામીનાં ઉપદેશો સુધી પહોંચે છે. આધુનિક કાળમાં તેનો સ્પર્શ ક્વોન્ટમ મિકેનિક્સ સુધી પહોંચે છે. જૈન ધર્મ પ્રમાણે છ પદાર્થ વડે બ્રહ્માંડ રચાયેલું છે. એક કોસ્મીક સ્પેસ/અવકાશ, ગતિનાં નિયમો, જડત્વનો સિધ્ધાંત, આત્મા, પદાર્થ/મેટર, એનર્જી/ઉર્જા અને સમય. કોસ્મીક સ્પેસને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. એક ભાગ જ્યાં જીવંત સૃષ્ટિ વિકસેલી છે. બાકીનો ખાલી ભાગ. બીજો હિસ્સો છે. પહેલો ભાગ જેમાં જીવન એટલે કે સજીવ સૃષ્ટી છે તેને ''ફીજીકલ વર્લ્ડ'' કહે છે. આ ફીજીકલ વર્લ્ડમાં 'આત્મા' સિવાયનાં પાંચેય તત્વો આવેલાં છે. જેનાં આધારીત ભૌતિક દુનિયા ચાલે છે. મનુષ્યની સ્પીરીચ્યુઅલ દુનિયા ચલાવવા માટે 'આત્મા'નો કોન્સેપ્ટ છે.


ભૌતિકશાસ્ત્રમાં પદાર્થનો અતિ સુક્ષ્મ પણ 'પરમાણુ' ગણાય છે તેમ, જૈન ધર્મમાં કણ પદાર્થનો અતિ સુક્ષ્મ કણ જૈન-પરમાણુનો કન્સેપ્ટ છે. જૈન પરમાણુને વિજ્ઞાાનનાં ક્વોન્ટમ મિકેનિક્સને અનુસરતાં પરમાણુ તરીકે કલ્પી શકાય છે. જૈન પરમાણુને એક વિશિષ્ટ ક્ષેત્ર ફિલ્ડ એટલે કે ઈયોટા ઓફ સ્પેસમાં આવેલ અસંખ્ય પરમાણુઓનો સમુહ માનવામાં આવે છે. આ પરમાણુ પાસે સંકોચન પામવાની કે વિસ્તરણ પામવાની અનોખી ક્ષમતા છે. વૈજ્ઞાાનિકો દ્વારા શોધવામાં આવેલ બ્લેક હોલ એ એક વિશાળકાય જૈન પરમાણુનું સ્વરૂપ છે ? દ્રવ્ય સંગ્રહમાં આચાર્ય નેમીચંદ્ર બ્લેક હોલની સંભાવના દર્શાવે છે. વૈજ્ઞાાનિકોએ સ્૮૭ ગેલેક્સીનાં કેન્દ્રમાં વિશાળકાય બ્લેક હોલ શોધી કાઢ્યો છે. ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે સુક્ષ્મ કણ ક્યારેક પાર્ટીકલ કે બીંદુ સ્વરૂપે વર્તે છે તો ક્યારેક તરંગો સ્વરૂપે એટલે કે પાર્ટીકલ દ્વીગુણવાદ ધરાવે છે. ભૌતિકશાસ્ત્રનાં આવા કણ ખુબ જ સુક્ષ્મ છે. આ અતિસુક્ષ્મ કક્ષાએ માનવીનાં મર્યાદીત દ્રષ્ટિકોણથી તેને સમજી શકાય નહીં. જૈન ધર્મ પ્રમાણે 'આત્મા' આવા ભૌતિકશાસ્ત્રનાં સુક્ષ્મ પરમાણુ / કણથી પણ અતિ સુક્ષ્મ છે. જેને સમજવો કે ગુણધર્મ જાણવા ખૂબ જ મુશ્કેલ કે અઘરા છે.


પરમાણુ :- સુક્ષ્મ સૃષ્ટીનું વિરાટ દર્શન


જૈન 'પરમાણુ'ની કલ્પના અને ભૌતિકશાસ્ત્રનાં 'પરમાણુ'ની વ્યાખ્યા વચ્ચે પાયાનો ભેદ છે. જૈન ધર્મ પ્રમાણે પદાર્થ-પુદગલનો અતિ સુક્ષ્મ કણ જેને વિભાજીત કરી તેનાંથી સુક્ષ્મ કણ મેળવવો શક્ય જ નથી. આ વ્યાખ્યાને આધુનિક ભૌતિકશાસ્ત્રનાં 'ક્વોટા ઓફ એનર્જી' કે 'ક્વોન્ટા' તરીકે લઇ શકાય. વિજ્ઞાાનનાં સિધ્ધાંતો પ્રમાણે સુક્ષ્મ કણ પરમાણુ છે. જો તેનું વિભાજન કરવામાં આવે તો, ન્યુટ્રોન પ્રોટોન, ઈલેક્ટ્રોન કર્વાર્ક વગેરે મળી આવે. જૈન પરમાણુ પદાર્થનું સૌથી છેલ્લું સુક્ષ્મ સ્વરૂપ છે. તેને હાલનાં ભૌતિકશાસ્ત્ર પ્રમાણે પરમાણુ રચતા સબ-એટમીક પાર્ટીકલ સાથે સરખાવી શકાય. ભવિષ્યમાં સબ-એટમીક પાર્ટીકલની રચના કરનારાં નવાં કણ કે તરંગો મળી આવે તો જૈન-પરમાણુને તેની સાથે જોડવા પડે.


જૈન ધર્મ પ્રમાણે પરમાણુ માત્ર પદાર્થનો અંતિમ અવિભાજ્ય કણ માત્ર નથી. એ બ્રહ્માંડનું સર્જન કરનાર 'સર્જનહાર' છે. તેની પાસે ખાસ ગુણધર્મ છે. જેથી એક કરતાં વધારે પરમાણુ એકઠા થઇને પદાર્થ / મેટર / મુદગલ બન્યો છે. જૈન ધર્મ માને છે કે પદાર્થમાં રહેલી ઉર્જા માપવાનાં એકમ તરીકે 'પરમાણુ' ગણી શકાય. પરમાણુની એકબીજા સાથેની જોડાવાની ક્રિયા / પ્રક્રીયાને જૈન ધર્મ ''સ્કંધ'' તરીકે ઓળખાવે છે. બે કણ, ત્રણ કણ કે તેનાંથી  વધારે કણ એકઠા થઇ એક રેણુ મોલેક્યુલ બને છે. ''સ્કંધ''ની પ્રકૃતિને આધુનિક વિજ્ઞાાનની 'ડાલ્ટનની એટમીક થિયરી' સાથે સરખાવી શકાય. જૈન ... પ્રમાણે પરમાણુ / સ્કંધ વડે ખાસ પ્રકારની ગતિ થતી હોય તેવું જોવા મળે છે. એટલે કે પરમાણુઓમાં વિશિષ્ટ પ્રકારનાં કંપન, વાયબ્રેશન થાય છે જેનાં કારણે પ્રકાશ, અવાજ, ઉષ્મા-ગરમી વગેરે પેદા થાય છે. પરમાણુની તરંગ પ્રક્રીયા કે તરંગ સ્વરૂપ પ્રકાશ, અવાજ, ગરમી પેદા કરે છે. આ વાતને આધુનિક વૈજ્ઞાાનિક નેલ્સ બોરરનાં ''ક્વૉટમ એટમીક મોડેલ થિયરી'' સાથે જોડી શકાય છે. જૈન ધર્મમાં પરમાણુનાં કણ અને તરંગ બંને સ્વરૂપ સ્વીકારાયેલાં છે. પદાર્થને દ્રશ્યમાન 'રૂપ' છે. જેને સ્પર્શ, સ્વાદ, ગંધ અને રંગ વડે ઓળખી શકાય. સ્પર્શ વડે આઠ સ્વરૂપ મળે છે. લીસ્સો/સ્મુધ, ખરબચડો/રફ, પોચો/સોફ્ટ, કડક/હાર્ડ, ગરમ, ઠંડો, હલકો અને ભારે. પાંચ પ્રકારનાં સ્વાદ અને બે પ્રકારની ગંધ છે. પાંચ પ્રકારનાં રંગ- એટલે કે કાળો, લાલ, પીળો, વાદળી, અને સફેદ છે. જૈન ધર્મ પ્રમાણે, દ્રવ્યાણુ યોગમાં ૨૦૦ પ્રકારનાં પરમાણુનું વર્ણન છે. આધુનિક વિજ્ઞાાન અત્યાર સુધી ૧૧૮ પ્રકારનાં  પરમાણુ / તત્વ /  એલીમેન્ટ શોધી ચુક્યું છે.


બ્રહ્માંડનાં દસ આયામ : વેદીક વિજ્ઞાાન અને ધર્મનું મિલન, ચોથું પરિમાણ સમય અને અંતરીક્ષ

 


દિવાળી એટલે હિન્દુ કેલેન્ડરનો છેલ્લો દિવસ. અને...ત્યારબાદ શરૂ થાય એક નવું વર્ષ એટલે નૂતન વર્ષાભિનંદનનો તહેવાર. કેલેન્ડર એ બીજું કાંઈ નથી. વિજ્ઞાાન જેને સ્પેસ ટાઇમ કહે છે. તેનું એક અંગ છે. ભારતીય સંસ્કૃતિ જેનાં આદી પૂર્વજો એ આપણને વેદ અને પુરાણની ભેટ આપી તેઓ બ્રહ્માંડ, અંતરીક્ષ (સ્પેસ) અને ટાઇમ (સમય) ઉપર ઘણું બધું જાણતા હતાં. તેમનાં જ્ઞાાનને શ્લોકમાં ઉતારવા સિવાયનો એ સમયે બીજો કોઈ માર્ગ ન હતો. ત્યારે વિજ્ઞાાન દ્રષ્ટિકોણ કરતાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ વધારે મહત્ત્વ ધરાવતો હશે એટલે જ સમગ્ર બ્રહ્માંડ સર્જનથી લઈ ઉત્ક્રાંતિ સુધીનાં કોન્સેપ્ટ વેદમાં આગવી રીતે દર્શાવાયા છે.

આજનું વિજ્ઞાાન પેરેલલ યુનીવર્સ, મલ્ટીવર્સ વગેરેમાં માને છે. તેની ઝલક પણ વેદ અને પુરાણમાં મળે છે. બ્રહ્માંડને આપણે અનુભવજન્ય ત્રણ આયામ વડે ઓળખીએ છીએ. આઇન સ્ટાઇને થિયરી ઓફ રીલેટીવીટી  દ્વારા ચોથાં મહત્ત્વનાં આયામ તરીકે સ્પેસ/ટાઇમ આપ્યો. વેદમાં દસ આયામ એટલે કે ટેન ડાયમેન્સન્લ બ્રહ્માંડનાં સદર્ભ મળે છે. ભગવાન રામ રાવણને હરાવીને અયોધ્યામાં પ્રવેશ્યા એટલે દિવાળીનાં પર્વની શરૂઆત થઈ પરંતુ ભગવાન ક્યાં છે ? કેમ દેખાતા નથી ? આવા સવાલનાં જવાબ પણ વેદની દસ ડાયમેન્શન વાળી થિયરીમાં છે. વેદ પ્રમાણેનાં પ્રર્વતમાન બ્રહ્માંડને માણીએ.


વેદીક સભ્યતાનું બ્રહ્માંડ

ઋગ્વેદ પ્રમાણે બ્રહ્માંડ સર્જન પહેલાં, કોઈ ચોક્કસ બીદું ન'હતું. જ્યાંથી બ્રહ્માંડ સર્જનની શરૂઆત થઈ હોય. ત્યારે હાલનું ચોથું ડાયમેન્શન સ્પેસ/ટાઇમ પણ નહતું. એટલે અંતરીક્ષ કે બ્રહ્માંડની જેમ શરૂઆત ન હતી એમ તેનો અંત પણ ન'હતો. બ્રહ્માંડ સર્જન પહેલાં ફક્ત સુપર પાવર જેવાં ભગવાન વિષ્ણુ હતાં. અને ભગવાન વિષ્ણુનાં પણ ત્રણ સ્વરૂપ ફોર્મ હતાં. વેદ કહે છે કે બ્રહ્માંડ સર્જન પહેલાં ભગવાન વિષ્ણુ વિશાળકાય શેષનાગની શૈયા ઉપર સુતેલા હતાં. શેષનાગની વિશાળકાય પથારી એક મહાસાગર ઉપર ગોઠવાયેલી હતી.જેમાંથી બધા કારણો, ધ્યેય અને ઉદ્દેશ્ય મળી આવે તેવી સ્પેસ એટલે આ મહાસાગર ભગવાન વિષ્ણુ સુતાં હતાં ત્યારે તેમની નાભી (એટલે કે આજે જેને ન્યુક્લીયસ કહીએ છીએ તેને માનીશું ? કે બિગબેંગ પહેલાંની અવસ્થા કે સિક્યુરીટીની શરૂઆત. ખેર, તેમની નાભીમાંથી 'બ્રહ્મ'નો જન્મ થયો. તેમણે જેનું સર્જન કર્યું એ બ્રહ્માંડ.આ કારણે 'બ્રહ્માં'નાં જન્મ સાથે જ 'સમય'નો જન્મ થયો. જેને 'બ્રહ્માં'નો એક 'દિવસ' અને એક 'રાત' તરીકે માપવા માટેનો યુનિટ/એકમ મળ્યો. બ્રહ્માંનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે એક બ્રહ્માંડનો અંત થાય છે. ભગવાન વિષ્ણુનાં દરેક ઉચ્છવાસમાં એક 'બ્રહ્માં' અને તેમનું નવું બ્રહ્માંડ સર્જન પામે છે. શ્વાસ લે ત્યારે બ્રહ્માંડનું સંકોચન થઈ જાય છે.

કાર્લ સેગન કોસ્મોલોજીનાં ખાસ અભ્યાસું હતું. તેમણે 'વેદ'માં વર્ણવેલ કોસ્મોલોજીને લક્ષ્યમાં પણ લીધી હતી. વેદીક સમયની વાત કરીએ તો, 'બ્રહ્માં'નો એક દિવસ એટલે મનુષ્યનાં સૌરમંડળ આધારીત ચાર અબજ ૩૨ લાખ વર્ષ. જેને એક 'કલ્પ' પણ કહેવામાં આવે છે. આમ 'બ્રહ્માં'ની 'એકકલ્પ'નો માંપાક પણ ૪.૩૨ અબજ મનુષ્ય વર્ષ થાય. જેમાં બ્રહ્માંનો એક રાત અને એક દિવસનો સમાવેશ થઈ જાય. એક કલ્પને ચાર યુગમાં વહેંચી નાંખવામાં આવે છે.સતયુગ, તેત્રાયુગ, દ્વાપર યુગ અને કળીયુગ આપણે 'કળીયુગ'માં જીવીએ છીએ. 'કલીયુગ'નો અંત એટલે આપણાં ફીજીકલ કોસ્મોલ, બ્રહ્માંડનો પણ અંત ! વેદ પ્રમાણે સમગ્ર બ્રહ્માંડ પછી પાણીમાં ગરકાવ થઈ જશે ! કલ્પના કરી શકાય કે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સીજનનાં પરમાણુ માત્ર બચ્યાં હશે ! વેદનાં સમયનાં કોન્સ્પેટ ઉપર લાંબું લખી શકાય પરંતુ બ્રહ્માંડ સંદર્ભમાં બીજી અનેક વાત કરવાની કે એટલે સમયનાં આયામને અટકાવીએ. આજથી લગભગ ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં વેદ કાળ ચાલતો હતો. જ્યારે 'વેદ'ની રચના થઈ હતી. ચારેય વેદમાં 'ઋગ્વેદ' સૌથી પ્રાચીન છે. જે હિન્દુ સંસ્કૃતિનું આભૂષણ છે.


સમય અને આયામ....

બ્રહ્માંનાં એક દિવસ અને રાત ૮.૬૦ અબજ વર્ષની થાય. હાલનાં આપણાં બ્રહ્માંડની ઉંમર વૈજ્ઞાાનિકો ૧૩.૮૦ અબજ વર્ષ ગણે છે. એટલે કે બ્રહ્માંનાં બે દિવસ અને એક રાત જેટલો સમય. ભગવાન વિષ્ણુ શ્વાસ બહાર ફેંકે છે ત્યારે એક 'બ્રહ્માંડ'નું સર્જન થાય છે. શ્વાસ અંદર લે છે એટલે સમગ્ર બ્રહ્માંડ સંકોચાઈને અંદર જતું રહે છે. આધુનિક વિજ્ઞાાન પણ કહે છે કે સિમ્યુલારીટીમાંથી યુનિવર્સ કોસ્મોસ સર્જન પામે છે. તેનો વિસ્તાર થાય છે. એક લિમિટ સુધી પહોંચીને તે સંકોચાવા લાગે છે અને ફરીવાર પોઇન્ટ ઓફ સિમ્યુલારીટીમાં પાછું આવે છે. ૧૯૭૯ બાદ બ્રહ્માંડ વિશેનાં આપણા ખ્યાલો બદલાયા. એક કરતાં વધારે આયામવાળા બ્રહ્માંડની કલ્પનાનો ઉદ્ભવ થયો. આધુનિક વિજ્ઞાાન ૧૦, ૧૨, ૨૬ આયામની વાત કરે છે. વેદ '૬૪' આયામ હોવાનું જણાવે છે. યાદ રહે આપણે કોમ્પ્યુટર માટે જે દ્વી-અંકી પદ્ધતિ વાપરીએ છીએ તેમાં પણ 'બે'નાં ગુણોત્તરમાં ચાર, આઠ, સોળ, બત્રીસ અને ૬૪ બીટ આવે છે. જે આગળ જતાં... ૧૨૮....સુધી પહોંચશે.

ટૂંકમાં વેદ પણ બહુઆયામી 'બ્રહ્માંડ' એટલે મલ્ટી ડાયમેન્શનલ કોસ્મોસની વાત કરે છે. ભગવદ્ગીતાનાં અગિયારમાં અધ્યાયનાં ત્રીજા શ્લોકમાં અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે. પ્રભુ તમે મને તમારૂં દર્શન કરાવો. હું તમારૂં દિવ્ય સ્વરૂપ જોવા માંગું છું. કહેવાય છે ત્યારબાદ ભગવાન કૃષ્ણએ અર્જુનને દિવ્યદ્રષ્ટિ આપી એટલે કે મનુષ્યની સમજમાં આવતાં માત્ર ચાર ડાયમેન્શન કરતાં વધારે આયામમાં એ 'બ્રહ્માંડ'નું દર્શન કરી શકે. ભગવાન કૃષ્ણ કહે છે કે 'બ્રહ્માંડનાં દિવ્ય દર્શન માટે તારે હજારો આયામ સમજવા પડે. મનુષ્યની ખુલ્લી આંખે આ બધા 'આયામ'નાં દર્શન કરવા અઘરી વાત છે.છેવટે કૃષ્ણએ આપેલ દિવ્ય દ્રષ્ટિ (મલ્ટી ડાયમેન્શનલ વિઝન) વડે અર્જુનને કૃષ્ણનાં વિરાટ સ્વરૂપ એટલે કે મલ્ટી ડાયમેન્શનલ યુનિવર્સનાં દર્શન થયા. ભગવાન વિષ્ણુનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન માત્ર એ સમયે ત્રણ વ્યક્તિ કરી શકી હતી. અર્જુન, વેદવ્યાસ અને સંજય. જેમને આ દિવ્ય દ્રષ્ટિ સાંપડી હતી. સરળ ભાષામાં કહી શકાય કે મહાભારત કાળમાં પણ માત્ર ત્રણ વ્યક્તિ 'મલ્ટી ડાયમેન્શનલ યુનિવર્સ''ને જોવા અને સમજવા માટે સમર્થ હતી.


બિગબેંગ: ધાર્મિક દ્રષ્ટિકોણ..

હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે, બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે આ પ્રકારનો ઘટનાક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે કંઈ જ ન હતું ત્યારે માત્ર નિરાકાર અનંત બ્રહ્મ હતું. એટલે ગુજરાતીમાં કહે છે. બ્રહ્મ સત્ય છે. જગત અર્થાત્ બ્રહ્માંડ આખું મિથ્યા છે. આ કલ્પનાને આપણે ઇશ્વર, પરમાત્મા કે પરમ તત્ત્વ સાથે જોડીએ છીએ. ઇશ્વર, પરમતત્ત્વ, પરમાત્મા દ્વારા મહદ્નો જન્મ થયો. તેમાંથી અંધકાર પ્રગટ થયો. અંધકારમાંથી અવકાશ ત્યારબાદ વાયુ, એટલે કે પરમાણુએ તત્ત્વોનાં પરમાણુ પેદા થયા. વાયુમાંથી અગ્નિ એટલે કે સ્ટાર સિસ્ટમ પેદા થઇ. ત્યારબાદ જળ, અને પૃથ્વી (ગ્રહ) બન્યાં.પૃથ્વીમાંથી ઔષધ એટલે પ્રિમોરડીઅલ સુપ જેમાંથી સજીવ પેદા થાય છે તે પેદા થયું. ઔષધમાંથી અન્ન એટલે એક કોષ વનસ્પતિ જેવાં કોષો, અન્નમાંથી વિર્ય એટલે કે બહુકોષી જીવ પેદા થયાં. વિર્યમાંથી મનુષ્ય અહીં મનુષ્યનો અર્થ માનવી નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ જેમાં વનસ્પતિ પ્રાણી જગત અને સૂક્ષ્મ કોષો બધા જ આવી ગયા. ભાગવત કથા અનુસાર બ્રહ્માંડ ઉલટા વૃક્ષ જેવું છે. જેમાં પહેલાં બીજ આવે કે ત્યારબાદ થડ, ડાળીઓ, પાંદડા અને ફળ, બીજ એટલે બ્રહ્માંડ બનાવનાર બ્રહ્મતત્ત્વ અને બાકી વૃક્ષ એટલે સમગ્ર બ્રહ્માંડ.

મનુષ્ય શરીર પણ એક બ્રહ્માંડની નાની પ્રતિકૃતિ જેવું છે. જે સૂક્ષ્મ શરીર (ઉર્જાથી બનેલા અને સ્થૂળ શરીર (જે પદાર્થથી બનેલ)નું સંયુક્ત સ્વરૂપ છે. મનુષ્યનાં મસ્તિસ્કમાં સહસ્ત્રાદ ચક્ર આવેલું છે. મસ્તીસ્કનાં મધ્યભાગમાં ઉર્જા સ્વરૂપ આત્મા છે. શરીરનાં બીજવાળા છેડે સહસ્ત્રાર ચક્ર જ્યારે દૂરનાં છેડા ઉપર મૂલાધાર ચક્ર છે. મધ્યમાં લાગણીઓનાં દરીયા જેવું અનાહત ચક્ર આવેલું છે.મનુષ્ય હંમેશાં શોધી રહ્યો છે કે આપણી સિવાય અન્ય સ્થાન પર પરગ્રહવાસી છે ખરા ? વેદો પ્રમાણે જ્યાં અન્ય સજીવો વસે છે. તેવી સિસ્ટમ  પ્રણાલીને વેદ 'લોક' કહે છે. આવા ચૌદ લોક છે. જેમકે સત્ય લોક, તપ લોક, જનલોક, મહર લોક, સ્વર્ગ લોક, ભુવર/ભૂગર્ભ લોક, ભૂલોક, અનાલ, વિતાલ, સુતાલ, તલતાલ, મહાતાલ અને રસતાલ. સાદી ભાષામાં વેદમાં ચૌદ સ્થાન બનાવ્યા છે જ્યાં મનુષ્ય જેવી સજીવ સૃષ્ટિ હોવી જોઈએ. ચૌદ લોકને ત્રણ પ્રકારનાં લોકમાં વહેચી નાખવામાં આવે છે. કૃતક ત્રિલોક, મહાલોક અને અકૃત્તક ત્રિલોક. કૃતક ત્રિલોકમાં ભુલોક, ભુર્વર લોક અને સ્વર્ગ લોકનો સમાવેશ થાય છે. ત્રિલોક એટલે પ્રિ ડાયમેન્શનલ પાર્ક.


દસ આયામ

ત્રિલોકમાં ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગ લોક આવેલાં છે. ભૂલોકમાં ભૌતિક શરીરધારી મનુષ્ય વસે છે. મનુષ્યનાં મૃત્યુ બાદ જે આત્મા બચે છે. જેને સૂક્ષ્મ શરીર કહીએ તે ભૂંવરલોકમાં વસવાટ કરે છે. જ્યાંથી તેનો પુન: જન્મ થાય છે. સ્વર્ગલોકમાં આપણે જેને ભગવાન કે દેવતાં કહીએ છીએ તે વસે. મનુષ્ય સારા કર્મ કરી ભગવાન કે દેવતા બની સ્વર્ગલોકમાં જઈ શકે છે.આપણા અનુભવ જન્ય દુનિયામાં આપણે ત્રણ આયામ એટલે કે લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ કે ઉંડાણનો અનુભવ મેળવી શકીએ છીએ. ચોથું પરીમાણ એટલે 'સમય.' પાંચમાં આયામમાં મનુષ્ય જઈ શકે તો સમયનાં ત્રણેય કાલખંડમાં જઈ એક એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં ગતી કરી શકે છે. પાંચેય આયામ જેમાંથી પેદા થાય છે. તે મૂળ આયામ એટલે છઠ્ઠુ આયામ જેમાં મહાવિષ્ણુ નિવાસ કરે છે. વિશાળકાય શેષનાગ પર સૂતેલાં છે. મહાવિષ્ણું પાંચમાં ડાયમેન્શનલ આવેલ ભૌતિક બ્રહ્માંડ માટે ઉર્જા એટલે કે મહાતત્ત્વ પેદા કરે છે. વિષ્ણુનાં ત્રણ સ્વરૂપ છે. ગર્ભોદકશ્ય વિષ્ણુ, ક્ષિરોદાકશ્ય વિષ્ણુ અને મહાવિષ્ણુ. 


સ્વયંમ મહાવિષ્ણુ. મહાવિષ્ણુ પાંચ આયામવાળી ભૌતિક સૃષ્ટિ માટે મેટર/તત્ત્વ અને એનર્જી એટલે કે ઊર્જા પેદા કરે છે. ગર્ભોદ કશ્ય, વિષ્ણુ અનંત સંખ્યામાં બ્રહ્માંડ પેદા કરે છે. ક્ષિરોદાઝદય વિષ્ણુ, પાંચેય આયામનાં કણકણમાં તત્ત્વ/ઉર્જા સ્વરૂપે વ્યાપેલાં છે. સાતમા આયામને સત્ય આયામ કે બ્રહ્મ જ્યોતી કહે છે. સિદ્ધ યોગી આ બ્રહ્મ જ્યોતીનું ધ્યાન અને આરાધના કરે છે. જેનું જ્ઞાાન મળતા મનુષ્યની દ્રષ્ટિ ખુલી જાય છે. તત્ત્વજ્ઞાાન તેને મનુષ્યમાંથી દેવતા બનાવે છે.બ્રહ્માંડ માટેનું આઠમું આયામ ''કૈલાસ'' તરીકે ઓળખાય છે. જ્યાં ભગવાન 'શીવ' પરમતત્ત્વ ભૌતિક સ્વરૂપે વિરાજમાન છે. સિદ્ધ યોગી આ કૈલાસમાં બેઠેલ ભગવાન 'શીવ'ની આરાધના કરે છે. નવમુ  આયામ વૈકુંઠ તરીકે ઓળખાય છે. જ્યાં નારાયણ નિવાસ કરે છે. મનુષ્ય મોક્ષની કલ્પના કરે છે. તે 'વૈકુંઠ' પામવા માટેની છે. મનુષ્યને જન્મોજન્મનાં ફેરામાંથી મોક્ષ મળે ત્યારે તે વૈકુંઠમાં સમાઈ જાય છે. અહીં બૌદ્ધિક તત્ત્વ ખત્મ થઈ જાય છે. છેલ્લે બચ્યું દસમું આયામ જેને વેદ અનંત આયામ કહે છે. ભૌતિકશાસ્ત્રમાં તેને 'ઇન્ફીનીટી' સ્વરૂપે કલ્પના કરે છે. જે નિરંતર, નિરાકાર, સત્ય પરમાત્મા સ્વરૂપ છે. દસમું આયામ સદાશિવ પરમાત્મા છે. જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં ફરી આવી ગયા. સદાશીવ પરમાત્મામાંથી જ બાકીનાં નવ આયામનો જન્મ થાય છે. આ ચક્ર ચાલતું રહે છે.