Sunday 11 December 2022

આર્યો અને સિંધુ ખીણની સભ્યતા : ભારતીય ઇતિહાસનું રહસ્યમય પ્રકરણ

  આધુનિક સંશોધન આર્યોના સ્થળાંતરની થિયરીને સાચી સાબિત કરે છે ?

મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં અવતારી પ્રજા 'આર્ય' હતી ? આજનો ભારતીય નાગરિક 'આર્યો'ના સંતાનો છે. જો એમ જ હોય તો, આપણે ઇતિહાસમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, હરપ્પા, લોથલ અને મોહેન્જોડારોના ઇતિહાસ ભણી ગયા એ લોકો કોણ હતા ? સિંધુ ખીણ સભ્યતાનો પાયો નાખનાર લોકો ખરેખર 'આર્ય' હતા ? ભારતીય આર્ય પ્રજા આ ભૂમિખંડમાં જ સર્જન પામી હતી કે અન્ય ખંડમાંથી સ્થળાંતર પામીને ભારતીય ઉપખંડમાં આવી હતી ? આપણો ઇતિહાસ અનેક રહસ્યો ધરબીને બેઠો છે. આપણે જ આપણા શરુઆતના ઇતિહાસથી અજાણ છીએ. મોહેન્જોડારોના લોકોની લિપિ કે ભાષા વિશે આપણે સંપૂર્ણ અજ્ઞાાની છીએ. જો સિંધુ ખીણની સભ્યતાવાળા લોકોના ઇતિહાસ, ભાષા, લિપિ વગેરેથી આપણે પરિચિત ન હોઈએ ત્યારે, ભારતીય લોકોનું મૂળ ક્યાંથી શોધવું ? અથવા મૂળ ભારતીય પ્રજા કોણ હતી ? આર્ય, અનાર્ય (દ્રવિડો) કે અન્ય લોકો ? બાલ ગંગાધર ટિલકથી માંડી આજના આધુનિક વૈજ્ઞાાનિકો 'જીનેટિક્સ' જેવી વિદ્યા શાખાનો સહારો લઈને 'આર્ય' પ્રજા અને તેમના યુરોપથી એશિયા ખંડ તરફના સ્થળાંતરની થિયરી સાચી પડવા માંડી કે ઉકેલવા માંગે છે પરંતુ ગૂંચ ઉકેલવાની જગ્યાએ કોકડું ગૂંચવાતું જાય છે ? આખરે ભારતીય લોકો અને 'આર્ય' વચ્ચેનો સંબંધ અને ઇતિહાસના રહસ્યો ક્યારે ઉકેલાશે ? આધુનિક જનીનશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ભાષા વિજ્ઞાાન વગેરે 'આર્ય' વિશે શું કહે છે ? 

મેલુહા : આપણા પૂર્વજો વિશે આપણે જ અંધારામાં છીએ ! 

સિંધુ ખીણની સભ્યતાવાળા શહેરોનું બાંધકામ કોણે કર્યું હતું ? ભારતીય ઇતિહાસને મૂળભૂત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવો હોય તો, ઉપરોક્ત સવાલનો જવાબ મેળવવો ખૂબ જ આવશ્યક છે. આ સવાલનો જવાબ ન મળતાં, આજે આપણે છીએ તેવા 'ભારતીયો' કેવી રીતે બન્યા તે સવાલ પણ વણઉત્તર રહે છે. આપણો સાંસ્કૃતિક વારસો, આપણું નૃવંશશાસ્ત્ર, આપણું ભાષા વૈવિધ્ય વગેરેનો વિકાસ સમજવા માટે 'મોહેન્જોડારો'થી શરુઆત કરવી પડે. આખા ભારત વર્ષમાં આપણે કઈ રીતે ફેલાઈ ગયા ? એનો જવાબ કોણ આપશે ? ઉપરોક્ત સવાલોના જવાબ આપવા માટે ઇતિહાસકારો, પુરાતત્ત્વવિજ્ઞાાનીઓ ભાષા વિજ્ઞાાનીઓ અને જનીનશાસ્ત્રીઓએ પ્રયત્નો કર્યા છે ત્યારે, સંવાદ કરતા વિવાદ અને વિખવાદ વધારે થયો છે. ૧૯૨૦ના દાયકામાં સિંધુ ખીણની સભ્યતા લોકો સમક્ષ આવી ત્યારે 'આર્ય' પ્રજા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું ! જે માણસોએ સિંધુ ખીણના શહેરોનું સર્જન કર્યું હતું. એ લોકોનો આમાં કોઈ વાંક નથી. આશરે પાંચ વર્ષ પહેલા ભારતીય દ્વીપખંડમાં આવી દુર્લભ સભ્યતાનો વિકાસ એ આપણી ગૌરવ ગાથા છે. સિંધુ ખીણના આપણા પૂર્વજોએ તેમની લિપિ અને લખાણો, માટીની તકતીઓ, ધાતુના સિક્કાઓ, માટીના વાસણો વગેરે પર મૂકતા ગયા છે પરંતુ આપણે તેને ઉકેલી શક્યા નથી ? આ કારણે આપણે જાણતા નથી કે તે સમયનો સમાજ કે રાજવી કેવા હતા ? તેઓ ભારતીય ઉપખંડમાં ક્યાંથી આવ્યા હતા ? તેઓ કઈ ભાષા બોલતા હતા ? આપણે તેના વિશે કાંઈ જ જાણતા નથી. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે આ સમયે સિંધુ ખીણના લોકો સાથે વ્યાપાર કરનારા આ લોકોની 'ભૂમિ'ને 'મેલુહા' તરીકે ઓળખતા હતા. કેટલાક ભાષા વિજ્ઞાાનીઓ દલીલ કરે છે કે 'મેલુહા'ના વતનીઓ પ્રોટો-દ્રવિડિયન લેંગ્વેજ એટલે કે આજની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બીજી ભાષાના પૂર્વજ જેવી આદિભાષા વાપરતા હતા. કેટલાક લોકો કહે છે કે, હરપ્પાના લોકો આજના 'મુંડા' આદિવાસી લોકોના પૂર્વજો હતા કેટલાક કહે છે કે તેઓ સંસ્કૃતની જનેતા જેવી આદ્ય ભાષા પ્રોટો- સંસ્કૃત બોલતા હતા. આ લોકો પાસે માત્ર દલીલો છે અને... પોતાની સત્ય સાબિત કરવા માટે કોઈ જ પુરાવાઓ નથી. જનીન શાસ્ત્રીઓએ આધુનિક વિજ્ઞાાન અને ટેકનોલોજી વાપરીને સિંધુખીણની સભ્યતા અને આર્યો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરે છે પરંતુ તેનું પરિણામ 'વિવાદ' પેદા કરે છે. 

સિંધુ ખીણના સાચા વારસદાર : 


વર્ષો પહેલાં હરિયાણાના રાખીઘટી ગામમાંથી ખોદકામ કરતા ચાર પ્રાચીન હાડપિંજરોના અવશેષો મળી આવ્યા હતા. જેમાં એક યુગલ, એક છોકરા અને એક પુરુષનો સમાવેશ થતો હતો. જ્યારે સિંધુ ખીણની સભ્યતા પુરબહાર ખીલી હતી ત્યારે આ લોકો જીવિત હતા. એટલે કે રાખીગઢીના અવશેષો અંદાજે ૪૬૦૦ વર્ષ જેટલા પ્રાચીન છે. નવી દિલ્હીથી સાત કલાક દૂર આવેલ હિસાર જિલ્લાનું એક હરિયાળું ગામ એટલે 'રાખી ગઢી' ડેક્કન કોલેજ પુનાના વાઇસ ચાન્સેલર વસંત શિંદેની ટીમમાં રહેલા પુરાતત્ત્વ વિશારદોએ અહીં ખોદકામ કર્યું હતું. ૨૦૧૪થી અહીં ખોદકામ થતું આવ્યું છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાના વૈજ્ઞાાનિકોએ અહીંથી મળી આવેલા અવશેષો પરથી DNA અલગ તારવવાનું કામ કર્યું છે. અસ્થિઓ ઉપરથી ૩૦ શહેરો રચવાની કોશિષ કરી છે. આ લોકોનું શારીરિક બંધારણ જાણવાની કોશિષ કરી છે. રાખી ગઢીથી સો કિ.મી. દૂર ફરમાણા ગામ આવેલું છે. અહીં ૨૦૦૭થી ૨૦૧૦ સુધી ખોદકામ કરી અશ્મિઓ ભેગા કરવામાં આવ્યા હતા. જો કે, વૈજ્ઞાાનિકો અથાગ પ્રયત્નો કરવા છતાં તેમને પણ નિષ્ફળતા મળી હતી. આ કારણે રાખી ગઢી ખાતે ફરીવાર ખોદકામ કરવામાં આવ્યું હતું. અવશેષોમાંથી બિરબલ શાહની ઇન્સ્ટીટયૂટ ઓફ પેલીઓ સાયન્સ, લખનૌના જનિન વિજ્ઞાાની નિરજ રાય અને અન્ય લોકો રાખીગઢીમાંથી મળેલા અવશેષોના ડીએનએનું પૃથક્કરણ કરવા માટે તલપાપડ બન્યા છે. એનું પરિણામ શું આવશે આપણે જાણતા નથી. છતાં પણ તાજેતરમાં વૈજ્ઞાાનિકોએ ભારતીય લોકોના ડીએનએ પર સંશોધન કરી 'આર્ય' લોકો સાથે આપણો સંબંધ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે. મનુષ્ય શરીરમાં ડીએનએ બે રીતે પ્રાપ્ત થાય છે. કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોનું ડીએનએ અને બીજું કણાભ સૂત્રોમાં રહેલ એમટી ડીએનએ એમટી ડીએનએ માતાના ડીએનએને વારસામાં મળતું જાય છે. આ ડીએનએ બદલાયા વગર સ્ત્રીઓ દર પેઢીએ અન્ય સ્ત્રીઓને આપતી રહે છે. જો કે આપણા ઇતિહાસ બિંદુ જેવા સમયકાળ માટે વૈજ્ઞાાનિકો જાણવા માંગે છે કે ભારતીય મૂળના આદિ ઇતિહાસના સૂત્રધાર જેવા 'આર્યો' ક્યાંથી અને કયા માર્ગે હિન્દુસ્તાનમાં આવ્યા હતા. ઇતિહાસકારો પાસે તેમના સ્થળાંતરને લગતી અલગ થિયરી છે. જીવન નિર્વાહ ચલાવવા અને પોતાની પ્રજાતિને સમૃદ્ધ અને સલામત રાખવા માટે 'આર્યો'એ યુરોપ ખંડ તરફથી એશિયા ખંડ તરફ પ્રસ્થાન કર્યું હોય તો માનવા જેવું છે કે પુરુષોનું પ્રમાણ તેમાં વધારે હોવું જોઈએ. આ કારણે એમ.ટી. ડીએનએના તારણો ભૂલ ભરેલા નીકળે. પુરુષોના 'રૃ' જનિનના ડીએનએને ધ્યાનમાં રાખીને ડીએનએનું પૃથક્કરણ કરવું પડે.

 આર્ય પ્રજાનું સાંસ્કૃતિક આક્રમણ : જીનેટિક્સની નજરે

'ઇવોલ્યુશનરી બાયોલોજી'ના અંકમાં બ્રિટનના વૈજ્ઞાાનિક માર્ટિન રિચાર્ડનો સંસોધન લેખ પ્રકાશિત થયો છે. આર્યોના સ્થળાંતરને લગતું સંશોધન કરવું હોય તો 'વાય' ગુણસૂત્રો આઘારિત ડીએનએનું પૃથક્કરણ કરવું પડે. ઇતિહાસકારોના મત પ્રમાણે, 'આર્યો' ભારતમાં આવ્યા તે પહેલા પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ વિકસેલી હતી. ઇ.સ. પૂર્વે ૫.૫૦ હજાર વર્ષ પહેલા તેની શરુઆત થઈ હતી. ઇ.સ. પૂર્વે ૪૦૦ હજાર વર્ષ પહેલા તેઓ ખેતી કરતા હતા અને ઇ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં તેઓ શહેરનો વિકાસ કરી ચૂક્યા હતા. ઇ.સ. પૂર્વે ૨૦૦થી ૨૫૦ હજાર વર્ષ પહેલાં સિંધુખીણની સભ્યતા તેની ચરમસીમા પર પહોંચેલી હતી. જેની સરખામણી તે સમયના ઇજીપ્તની સભ્યતા, બેબેલોનની સભ્યતા અને સુમેરીયા સાથે કરી શકાય તેવી હતી. કહેવાય છે કે મધ્ય એશિયામાંથી પશુપાલન કરનારી 'આર્ય' પ્રજા ઇ.સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં આવીને ફેલાઈ ગઈ હતી. હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને આવેલી પ્રજા સિંધુ ખીણની સભ્યતાના સંપર્કમાં આવી હતી. આર્યનું મધ્ય એશિયામાંથી ભારતીય ઉપખંડમાં આગમન એ માત્ર સ્થળાંતર જ ન હતું. એક પ્રકારનું સાંસ્કૃતિક આક્રમણ હતું. આ લોકોનું આગમન સિંધુ ખીણની સભ્યતાના વિનાશનું કારણ બન્યું એમ કેટલાક નિષ્ણાતો કહે છે. જેને સર્વ સંમતિથી સ્વીકારી શકાય તેમ નથી. ઇતિહાસના નામે આપણી પાસે દંતકથાઓના સમૂહ જેવો, ધાર્મિક લખાણોનો સંગમ એવો 'વેદ' છે. ભારતીય ઇતિહાસમાં ધાર્મિક ગ્રંથો તરીકે તેનું મુખ્ય અમૃત્ય છે. તેમાં કેટલાક યુદ્ધ અને તેના પરિણામો પણ છે. જો કે તેની ઐતિહાસિક વિશ્વસનીયતામાં ભરોસાનું તત્ત્વ કેટલું મૂકવું એ મુખ્ય સવાલ છે. ઇવોલ્યુશનરી બાયોલોજીમાં પ્રકાશિત સંશોધન લેખમાં પ્રો. માર્ટિન રિચાર્ડના તારણો કહે છે કે, 'આજથી પાંચ હજાર વર્ષ પહેલાથી માંડીને સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં યુરેશીયાના લોકોના ધાડેધાડા ભારત ભૂમિમાં પ્રવેશ્યા હતા. 'વાય' ગુણસુત્રના ડીએનએનું પૃથક્કરણ કરતા જાણવા મળ્યું હતું. કે ભારતીય પુરુષોના જેનોમમાં ૧૭.૫૦ ટકા હિસ્સો ખાસ પ્રકારના હેપ્લોગુ્રપ આરવનએ ધરાવે છે. આ આરવનએ હેપ્લો ગુ્રપ આધુનિક કાળમાં મધ્ય એશિયા, યુરોપ અને દક્ષિણ એશિયાના લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેનો સારાંશ એ જ કે તામ્રયુગમાં મધ્ય એશિયાનું ડીએનએ પુરુષોના સ્થળાંતર દ્વારા ભારતીય ઉપખંડમાં પહોંચ્યું હતું. આ સમયગાળામાં યુરોપ એશિયામાંથી લોકો અન્ય દ્વિપખંડો કે ભૂમિખંડ પર પણ પહોંચ્યા હતા. ભારતીય લોકોમાં આરવનએની હાજરી ધરાવતો ઇન્ડો- યુરોપીયન ભાષા બોલનારા ભારતીય ઉપખંડમાં પહોંચ્યા હતા તેની સાબિતી આપે છે. આ વિધાનના કારણે અનેક વિવાદો પણ પેદા થયા છે.

 ભારતીય લોકોના ડીએનએમાં શું છે ?



૨૦૦૯માં નેચર મેગેઝીનમાં રિકન્સ્ટ્રક્ટીંગ ઇન્ડિયન પોપ્યુલેશન હીસ્ટ્રી નામે લેખ પ્રકાશિત થયો હતો. જેમાં ભારતની પ્રજાના જેનોમને તેમની લાક્ષણિકતા પ્રમાણે બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો હતો. એક ભાગ 'એન્સેસ્ટ્રલ નોર્થ ઇન્ડિયન' અને બીજો 'એન્સ્ટ્રેસ્લ સાઉથ ઇન્ડિયન', ઉત્તર ભારતના લોકોને જેનોમ કે જીનેટિક સંબંધ મધ્યપૂર્વના લોકો, મધ્ય એશિયાના લોકો અને યુરોપીયન સાથે વધારે ઓળખાય છે. શું તેને આપણે 'આર્ય' પ્રજાના વંશજો કહીશું ? એન્સેસ્ટ્રલ સાઉથ ઇન્ડિયનને લોકોનું ડીએનએ વિશિષ્ટ છે. જે આઉટ ઓફ આફ્રિકાની થિયરીને વધારે મજબૂતીથી વળગી રહે છે. આજનો ભારતીય પ્રજામાં નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન ડીએનએનું જટીલ મિશ્રણ છે. ૨૦૧૪માં સ્ટેનફોર્ડ યુનિ.ના જનીન વિજ્ઞાાની પિટર અન્ડરહીલે પણ એક સંશોધન લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં યુરોપ એશિયાની વિવિધ ૧૨૬ જેટલી નાની- ભૌગોલિક પ્રજાતિના લોકોમાંથી ૧૬ હજાર જેટલા પુરુષોને પસંદ કરી જેમનું જીન-મેપીંગ કરવામાં આવ્યું હતું. સંશોધનનું પરિણામ બતાવતું હતું કે, 'આ સેમ્પ નાનું આરએવન હેપ્લો ગુ્રપ, બે અલગ અલગ સબહેપ્લોન ગુ્રપ Z282 અને Z93ની શાખા છે. યુરોપના સેમ્પલનું ૯૦% આર વન એ સબ ગુ્રપ Z282 ને મળતું આવે છે. જ્યારે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના ડીએનએનું ૯૮.૪૦% આરવનએ લાઇનેજ સહ હેપ્લોગુ્રપ Z93 ને મળતું આવે છે. ઇ.સ. પૂર્વે ૫૮૦૦ વર્ષ પહેલાં Z282 અને Z93 જેવા બે અલગ અલગ હેપ્લો ગુ્રપના ફાંટા પડયા હતા.' Z93 સબ ગુ્રપના ત્રણ મહત્ત્વના ગુ્રપ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને હિમાલય પ્રદેશમાં વહેંચાયેલા જોવા મળે છે. કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા 'વાય' ક્રોમોસોના ડીએનએ ઉપર ખાસ મકસદથી વધારે સંશોધનની જરૃર જણાય છે.Z93માં ૪.૦થી ૪.૫૦ હજાર વર્ષ પહેલાં બે ફાંટા વધારે પહોળા થતા જોવા મળે છે. યાદ રહે કે આ સમયે જ સિંધુ ખીણની સભ્યતાનું પતન થવાની શરુઆત થઈ હતી. ભારતમાં ઇન્ડો- યુનિયન ભાષા બોલનારા ૪થી ૩.૫૦ હજાર વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં પ્રવેશવા માંડયા હતા. એન્સેસ્ટ્રલ નોર્થ ઇન્ડિયન શાખાઆ માઇગ્રેશન/ સ્થળાંતર સમયમાં વધારે ફેલાવા લાગી હોવી જોઈએ.




No comments:

Post a Comment