Sunday, 11 December 2022

વિજ્ઞાન ભૈરવ તંત્ર:પશ્ચિમી જગતમાં હાલ તાંત્રિક સેક્સની બોલબાલા

 

પશ્ચિમી જગતમાં હાલ તાંત્રિક સેક્સની બોલબાલા

પશ્ચિમી જગત આ મહિને મનુષ્યએ ચંદ્ર ઉપર પગ મૂક્યો એ વાતના ૫૦ વર્ષની પુર્ણાહૂતિની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યું છે. ઇસરોનું મુન મિશન લૉન્ચ કરી દીધું છે.  આવા માહોલમાં પશ્ચિમી જગતમાં 'તંત્ર સૂત્ર' વિશે અવનવા સમાચારવાંચીને કુતૂહલ જાગ્યું.એક સમાચાર પ્રમાણે બ્રિટનના ફેલોન શહેરમાંથી વિજ્ઞાાનમાં ગ્રેજ્યુએટ થયેલા દંપત્તી, લોકોને તાંત્રિક સેક્સ શીખવવા માટે એક કલાકના ૧૦૦ પાઉન્ડ એટલે કે ૮૬૦૦ રૂપિયા ચાર્જ કરે છે. તેમને ત્યાં લોકોની લાઇન પણ લાગે છે. એક ભારતીય પરંપરાને પશ્ચિમ વેપારમાં ફેરવી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી પશ્ચિમી જગતમાં 'તંત્રવિજ્ઞાાન' વધારે પ્રાચીન બની રહ્યું છે. ભારતની નાલંદા યુનિવર્સિટીના ડો. મધુ ખન્નાએ,   ગયા નવેમ્બર-2019 માં એક સુંદર વ્યાખ્યાન પણ આપ્યું હતું જેમનો વિષય હતો. 'ધ કોસ્મોસ ઇન ધ યોગિક બોડી ઇન ધ આર્ટ ઓફ તંત્ર' ભારતીય સંસ્કૃતિને જાણનારા ઘણાં લોકોએ આપણી પ્રાચીન પરંપરાના તંત્ર સૂત્ર, વિજ્ઞાાન ભૈરવ તંત્ર, તાંત્રિક સેક્સ વગેરે વિશે જાણતા નથી.આખરે શું છે 'તંત્ર' અને તેનું 'રહસ્ય'


તંત્ર સૂત્ર: એક દ્રષ્ટિપાત

વિજ્ઞાાનમાં તંત્રનો અર્થ થાય છે એક વિકસેલી પ્રણાલિ, સિસ્ટમ. જીવ વિજ્ઞાાનને તંત્રસૂત્ર સાથે સીધો સંબંધ છે. શરીરમાં અનોખી પ્રણાલિ વિકસેલી છે. જેમ કે, શ્વસન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, અસ્થિ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, અંત:સ્ત્રાવી તંત્ર. ઓશો રજનીશ કહે છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં માત્ર 'વિજ્ઞાાનભૈરવ તંત્ર'માં 'વિજ્ઞાાન' છૂપાયેલું બાકીના ગ્રંથો, ફિલોસોફી, અધ્યાત્મ અને ધર્મ સાથે સંકળાયેલા છે. વાત પણ આવી છે તંત્ર વિજ્ઞાાનનું સૂક્ષ્મ કનેક્શન માનવ બાયોલોજી સાથે સંકળાયેલું છે. તંત્ર વિજ્ઞાાનની બધી જ માહિતી વિજ્ઞાાન ભૈરવ તંત્રમાં આપેલી છે. જે તે કાળથી મૌખિક શ્લોક સ્વરૂપે આગળ વધતી રહી છે. વિજ્ઞાાન ભૈરવ તંત્ર તે ભગવાન 'શિવની વાણી' પણ કહેવામાં આવે છે. કારણ કે ભગવાન શિવ દેવી પાર્વતીને સવાલ જવાબરૂપે 'તંત્ર'નું વિજ્ઞાાન સમજાવે છે. વિજ્ઞાાન ભૈરવ તંત્રમાં ભગવાન શિવે 'ધ્યાન' મેડિટેશનની ૧૧૨ પ્રકારની વિદ્યાઓ બતાવી છે.

પ્રાચીન કાળમાં આપણા ઋષિ-મુનિઓ 'વિજ્ઞાાન' લોકોના મગજમાં આસાનીથી ઉતરી જાય તે માટે ધર્મનું મેળવણ કરી ધાર્મિક વિધિ બતાવતા હતા. સમય જતા પ્રાચીન જ્ઞાનને બ્રાહ્મણોએ પોતાનો કોપીરાઇટ ટ્રેડમાર્ક માની સામાન્ય પ્રજા સુધી પહોંચતું અટકાવ્યું હતું.

ખજુરાહો અને અજંતા ઇલોરાનીગુફાઓનો સમયકાળ ચાલ્યો ત્યાં સુધી લોકો તંત્ર સૂત્ર ભૈરવ- ભૈરવી સાધના અને તાંત્રિક સેક્સને જીવનમાં ઉતારી ચૂક્યા હતા ત્યારબાદ સેક્સ પ્રત્યે સમાજમાં 'સૂગ' ફેલાવવામાં આવી. તેને નિમ્ન કક્ષાનું માનવામાં આવ્યું અને જાતિય જીવનમાંથી આનંદ મેળવવાના બદલે બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો.

વિજ્ઞાાન ભૈરવ તંત્રને સંકલન કરવાનું કામ કાશ્મીરના શૈવધર્મી બ્રાહ્મણોએ કર્યું છે. વિજ્ઞાાન ભૈરવ તંત્રની સમીક્ષા કરતા અનેક ગ્રંથો પણ આપ્યા હતા. ભગવાન શિવ 'ભૈરવ' તરીકે ઓળખાય છે ભૈરવ તંત્ર અક્ષરો 'ભૈ', 'ર' અને 'વ' વડે બનેલો છે. દરેક શબ્દને ઇશ્વરની ક્રિયા સાથે સાંકળવામાં આવી છે. 'ભ' શબ્દ સાથે આધુનિક વિજ્ઞાાનનું ભૌતિક શાસ્ત્ર સાથે જોડાયેલું છે. જે બ્રહ્માંડના પદાર્થ અને ઊર્જાને મનુષ્ય શરીર અને તેના સૂક્ષ્મ ઊર્જા શરીર સાથે સાંકળે છે. 'ર' શબ્દ બ્રહ્માંડના વિસર્જન, વિનાશ સાથે જોડાયેલો છે. જ્યારે 'વ' શબ્દ બ્રહ્માંડના અર્થઘટન, પ્રકૃતિને સમજવા માટે વપરાયેલો છે.


શરીરના ઊર્જા ચક્રો


હિન્દુ ફિલોસોફી ઉપર છેલ્લી કેટલીક સદીઓથી જૈન, બૌદ્ધ અને જાપાની 'ઝેન' પદ્ધતિની અસર જોવા મળે છે. મનુષ્યના શરીરને એક બંધન તરીકે જોવામાં આવે છે. દરેક ધર્મમાં માનવો ને જન્મ- મરણની પ્રક્રિયામાંથી બહાર ફેંકવા માટે 'મોક્ષ' નામનું રમકડું પકડાવવામાં આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મ માને છે કે મનુષ્ય પોતાના શરીરનું દમન કરીને શરીરને પીડા આપીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હિન્દુ તંત્ર ફિલોસોફી જિંદગીને બોજ નહિ ઉત્સવ તરીકે ગણાવે છે.શરીરને દમન કે શમન કરીને નહીં, તેને જાણીને શરીરનો, તેની ઊર્જાનો ઉપયોગ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે એ તંત્ર વિજ્ઞાાન કહે છે. શરીરને ઉત્સવ તરીકે ઉજવવા, આનંદ-ઉત્સાહથી ઉજવવા માટે, આધ્યાત્મિક દુનિયામાં ડોકિયું કરવા માટે 'તાંત્રિક સેક્સ' ઉપયોગી છે એમ દર્શાવવામાં આવે છે. ૧૫મી સદી બાદ હિન્દુ ફિલોસોફીમાં પણ શરીર દમન અને કષ્ટ આપી, બ્રહ્મચર્ય પાળીને 'મોક્ષ' તરી ગતિ પામવાની વાત કરવામાં આવી છે. જો કે, આધુનિક વિજ્ઞાાન કહે છે કે, સેક્સ પ્રક્રિયા દરમ્યાન મગજ સક્રિય બની જાય છે, શ્વાસોસ્છવાસ ઝડપી બની જાય છે. રૂધિરાભિસરણ તંત્ર ઝડપથી કામ કરવા લાગે છે. સેક્સ પ્રક્રિયા દરમ્યાન મગજને આનંદની અનુભૂતિ કરવા તેમાં અંત:સ્ત્રાવ ઝરે છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે અંત:સ્ત્રાવ ખૂબ જરૂરી છે. તંત્ર વિજ્ઞાાન કહે છે એમ મનુષ્ય શરીર જેમાં માત્ર ઊર્જા ફેલાયેલી રહેછે એ શરીરને અનુમાનનું સૂક્ષ્મ શરીર, આ સૂક્ષ્મ શરીરમાં સાત ચક્રો આવેલા છે. કેટલાક ગ્રંથોમાં શરીરની બહાર પણ અન્ય ચક્રો દર્શાવેલા છે. જે મનુષ્યના તેજોમય શરીર એટલે કે 'ઓરા'માં હોય છે.

આમ ચક્રોની સંખ્યા ૧૨થી ૧૪ સુધી પહોંચે છે ભારતે 'યોગ'ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી આંતરરાષ્ટ્રીય કક્ષાને પહોંચાડયું છે. પરંતુ 'યોગ' માત્ર ભૌતિક શરીરને તંદુરસ્ત રાખવાની દિશા બતાવે છે. શરીરના સાતેય ચક્રો અને તેની ઊર્જાનું સંતુલન કરી, મનુષ્ય મન દ્વારા બ્રહ્માંડ દર્શન કરવાનું અને મનુષ્ય બ્રેઇન દ્વારા માનવ શરીરને બ્રહ્માંડની ઊર્જા સાથે જોડવાનો માર્ગ તંત્ર વિજ્ઞાાન શરીરના સાત ચક્રોની યાત્રા બતાવે છે. જેમાં માધ્યમ તરીકે તાંત્રિક સેક્સ મુખ્ય ભૂમિકા ભજવે છે. તાંત્રિક સેક્સનો સંબંધ આમ સ્પીરીચ્યુઆલીટી, અધ્યાત્મ અને મેટા ફિઝિક્સ સાથે પણ જોડાયેલો છે.


મેટર- એનર્જી: એક અદ્ભુત કોમ્બિનેશન

આધુનિક વિજ્ઞાાન કહે છે કે બ્રહ્માંડ માત્ર બે ચીજનું બનેલું છે પદાર્થ એટલે મેટર અને ઊર્જા એટલે કે એનર્જી. આ ભૌતિક સામાન્ય સમજને જનમાનસ સુધી પહોંચાડવા માટે ઋષિ-મુનિઓએ મેટરને પરમ શિવ તત્ત્વ તરીકે ઓળખાવ્યું તંત્ર વિજ્ઞાાનમાં શિવને 'ભૈરવ' તરીકે ઓળખવામાં આવે છે. ઊર્જા - એનર્જીને હિન્દુ સંસ્કૃતિએ 'શક્તિ' તરીકે સ્વીકારી. સ્ત્રીને શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ, શક્તિ ઉપાસનામાં વિવિધ દેવીઓને સ્થાન આપવામાં આવ્યું. પદાર્થ- ઊર્જાની વિજ્ઞાાન જોડી છે. તેને મેટા ફિઝિક્સમાં શિવ-શક્તિનુ યુગ્મ દર્શાવવામાં આવે છે. બંનેના કોમ્બિનેશનને 'અર્ધ-નારેશ્વર' સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. આમ, મનુષ્ય શરીર પદાર્થ- શિવત્વ (ભૌતિક શરીર) અને શક્તિ ઊર્જા સૂક્ષ્મ શરીર (જેમાં સાત ચક્રો આવેલા છે.) મેટા ફિઝિક્સનું બનેલું છે. તેમાં ઊર્જા, પ્રાણ, આત્માનો નિવાસ છે. યાદ રહે ભૌતિક શરીરનું પોસ્ટમોર્ટમ કરતા સાત ચક્રો જેવી કોઈ ભૌતિક રચના મળતી નથી પરંતુ તેનું સ્થાન જ્યાં આવેલું છે ત્યાં શરીરના અંત:સ્ત્રાવી તંત્રની કોઈને કોઈ મહત્ત્વની ગ્રંથિ આવેલી છે જે હોર્મોન્સ પેદા કરે છે.

શરીરની બાયોલોજી- બાયોકેમીસ્ટ્રી સમજાવવા માટે 'હોર્મોન્સ' રાસાયણિક ઉદ્દીપકનું કામ કરે છે. જેનો પાવર ઓન-ઓફની સ્વિચ મગજમાં આવેલી છે. જાતીય સમાગમમાં ભલે શરીરના વિવિધ ભાગો દ્વારા કરતા હોય. મગજ, બ્રેઇન વગર સેક્સની ચરમ સીમા અનુભવી શકાતી નથી. જ્યારે પાંચેય ઇન્દ્રિયોનો મનુષ્ય અનુભવ કરી શકે છે ત્યાં મનુષ્યની ત્રીજી આંખ જેવું 'આજ્ઞાા ચક્ર' આવેલું છે.તંત્ર વિજ્ઞાાનના સાત ચક્રોની સંકલ્પના બૌદ્ધ ધર્મ, ઝેન અને વિશ્વના અન્ય દેશો જેવા કે તિબેટ, કોરિયા, જાપાન વગેરેના વિવિધ ધર્મોમાં પણ જોવા મળે છે. મૂળ વાત પશ્ચિમી જગતમાં તંત્ર વિજ્ઞાાનની અને તાંત્રિક સેક્સની હવા ક્યારે પહોંચી?


પશ્ચિમી જગત પર પ્રભાવ

અભ્યાસમાં જોવા મળ્યું છે કે, તંત્ર પ્રણાલિ ઉપર સ્ત્રીઓએ વધુ કામ કર્યું છે તેના ઉપર સુંદર પુસ્તકો લખ્યા છે. ભારતના ડો. મધુ ખન્નાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ એટલે પીએચડી કરી છે. તેઓ દિલ્હીના નેશનલ મ્યુઝીયમના ફેલો તરીકે સેવા આપે છે. નાલંદા યુનિ.ની એકેડેમિક કાઉન્સિલમાં તેઓ સભ્ય છે 'હિન્દુ સકલ તંત્ર' તેમની પીએચડીનો મુખ્ય વિચાર હતો. લંડનનું સન્ડે ટાઇમ્સ તેમને આધુનિક તંત્ર વિજ્ઞાાનનો ઉગતો ચહેરો ગણાવે છે. જો કે તંત્ર વિજ્ઞાાનને પશ્ચિમી જગત સામે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે કોઈ એક નામ આપવું હોય તો ઓશો રજનીશનું નામ આપી શકાય.

ત્યારબાદ ઇશાડોરા સાલ્મ નામની સ્ત્રીએ તાંત્રિક સેક્સની વકીલાત કરી, પશ્ચિમી જગતમાં એક સારવાર ચિકિત્સાથી માંડી આધ્યાત્મિક દુનિયા સુધીની સફર કરવાનો માર્ગ તેમણે લોકો સમક્ષ મૂક્યો. જો કે હોલીવુડની હિરોઇનને ટક્કર મારે તેવું શરીર સૌષ્ઠવ અને આકર્ષક ચહેરો ધરાવતા ઇશાડોરા સાલ્મ હોટેલની રૂમમાં દવા પીને આત્મહત્યા કરી હતી.

કહેવાય છે કે લોકોને ટેન્શનથી દૂર રાખવા તાંત્રિક સેક્સ શીખવનારી વ્યક્તિ ખુદ પોતાના ટેન્શનના કારણે આત્મહત્યાના માર્ગે પહોંચી ગઈ. પણ હાલના સમયની વાત બાજુએ મૂકીએ તો, તંત્રને એક સુંદર રચનાની વણાટ પદ્ધતિ ગણી શકાય. જેના તાણાવાણાની યોગ્ય ગોઠવણી અનોખી ભાત ને ડિઝાઇન પેદા કરે છે. વિજ્ઞાાનના બે ધુ્રવ પ્રદેશ જેમ કે આત્મા અને શરીર, માઇન્ડ અને બોડી, સ્ત્રીત્વ અને પુરુષત્વ પૃથ્વી અને સ્વર્ગ વગેરેને એક સૂત્રમાં બાંધે છે.

૧૯૧૯માં આર્થર એવલોને 'ધ સરપન્ટ પાવર' નામનું પુસ્તક લખીને 'વિજ્ઞાાન ભૈરવ તંત્ર' પશ્ચિમ જગત સામે મૂક્યું હતું. જેનો આધાર ૧૫૭૪માં ભારતીય પંડિતે લખેલા સાત ચક્ર નિરૂપણ નામનો ગ્રંથ હતો. મનુષ્યની ઊર્જાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વડે માપી શકાય છે. પ્રાણી અને વનસ્પતિની ઊર્જાને 'કીરલીયન' ફોટોગ્રાફી વડે જોઈ શકાય છે. તંત્ર વિજ્ઞાનને સમજવા માટે 'સ્પેસ' ઓછી પડે તેમ છે.


ભગવાન બુદ્ધ : છેલ્લો દિવસ

 Pub. Date : 26.11.2017





આર્કિઓલોજી અને મેડિકલ સાયન્સ શું કહે છે ?

વિશ્વનાં ઇતિહાસને અસર પહોંચાડી સમયનાં પ્રવાહને બદલવાની તાકાત એક વ્યક્તિમાં હતી. તેણે તત્વજ્ઞાનની ચરમસીમા જેવું જ્ઞાન આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં પિરસવાની શરૃઆત કરી હતી. ઇતિહાસને કરવટ બદલવા મજબુર કરનાર મહામાનવ એટલે ભગવાન બુધ્ધ. ભગવાન બુધ્ધનાં જીવન ચરિત્રથી ઘણા લોકો વાકેફ હશે, પરંતુ ભગવાન બુધ્ધનો અંતિમ સમય કેવી રીતે વિત્યો હતો ? તેમનું મૃત્યુ કઇ રીતે થયું ? મૃત્યુ બાદ, તેમનાં નશ્વર દેહનું શું થયું હતું ? આ સવાલોનાં જવાબ ઘણા લોકોને ખબર હશે નહીં ! તાજેતરમાં ચીનનાં નિનચી ખાતે આવેલાં ગ્રાન્ડ પોએન મંદિર પાસેથી ભગવાન બુધ્ધનાં અસ્થી મળી આવ્યા હોવાનાં સમાચાર પ્રસિદ્ધ થયા છે. શું ચીનમાંથી મળી આવેલ પ્રાચીન અવશેષ ખરેખર ભગવાન બુધ્ધનાં છે ? આખરે ચીનમાં ભગવાન બુધ્ધનાં અવશેષો કઇ રીતે પહોંચી ગયા ? ભગવાન બુધ્ધનું જીવન પાણી જેવું પારદર્શક હતું, છતાં તેમની જન્મ સાલ અને મૃત્યુ સાલ વિશે ઇતિહાસકારોમાં એક મત નથી. ભગવાન બુધ્ધનો જન્મ સાલ ઇ.સ. ૫૬૬ વિશે બહુમતે ઇતિહાસકારો સહમત છે પરંતુ મૃત્યુ સાલ બાબતે એક મત નથી. ભગવાન બુધ્ધ ૮૦ વર્ષની ઉંમરે મહાનિર્વાણ પામ્યા હતાં. ભગવાન બુધ્ધનાં અંતિમ કાળને લગતી માહિતી વિજ્ઞાાનની એરણે ચકાસવાની કોશીશ અહીં કરવામાં આવી છે. 


શાક્ય મુનિ : ઐતિહાસિક દ્રષ્ટિકોણ 

ઇ.સ. પુર્વે ૬ઠ્ઠી સદીમાં હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ લગભગ ખોવાઇ ગયો હતો. વેદનો પ્રભાવ ઓસરી ગયો હતો. બ્રાહ્મણ કર્મકાંડ અને અંધશ્રધ્ધાનો ફેલાવો વધી ગયો હતો. ભારતની નજીક આવેલ નેપાળમાં કપિલવસ્તુ પાસે આવેલ લુંબીની ગામે સિધ્ધાર્થ ગૌતમનો જન્મ થયો હતો. જે આગળ જતાં ભગવાન બુધ્ધ, શાક્ય મુનિ તરીકે જાણીતા બન્યા હતાં. ભાગવતમાં તેમનો ઉલ્લેખ 'તથાગત' તરીકે થયો છે. વેદકાળથી બુધ્ધ અને પ્રબુધ્ધ શબ્દ અનેકવાર વપરાયા છે. જે કોઇ ખાસ વર્ણન વિશેષ માટે ન'હતાં. હિન્દુ ધર્મમાં તથાગતને ભગવાન વિષ્ણુનાં દસમા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુધ્ધનાં પિતા શુધ્ધોધન ગૌતમ શાક્ય કુળનાં રાજવી હતાં. તેમની માતા માયા, સિધ્ધાર્થને જન્મ આપ્યા બાદ, સાતમા દિવસે માયાનું મૃત્યુ થયું હતું. સિધ્ધાર્થનાં શરીર પર બત્રીસ લક્ષણા પુરૃષની બધી જ નિશાનીઓ ઉપલબ્ધ હતી. સિધ્ધાર્થનો ઉછેર તેની માસી મહાપ્રજાપતીએ કર્યો હતો. સિધ્ધાર્થનાં જન્મ સમયે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી હતી કે, 'બાળક મોટો થઇને ચક્રવર્તિ સમ્રાટ બનશે, અથવા ગૃહત્યાગ કરીને મહાન તપસ્વી બનશે. ' તેના પિતાજીએ સિધ્ધાર્થને સંસારમાં પ્રવૃત્ત રાખવાની અથાગ કોશીશ કરી હતી. તેને બધી વિદ્યાઓ, યુદ્ધની તાલીમ વગેરે આપવામાં આવી હતી. ધનુષ્ય વિદ્યામાં પારંગત બનીને સિધ્ધાર્થે તેની પત્ની યશોધરાને સોળ વર્ષની ઉમરે સ્વયંવર સ્પર્ધામાં જીતી હતી. 


૨૯ વર્ષે વૈરાગ્ય પામીને બુધ્ધ બનવાની દિશામાં સિધ્ધાર્થે 'મહાભિનીસ્ક્રમણ' કર્યું હતું. સતત છ વર્ષ મોક્ષ અને જ્ઞાાન પ્રાપ્તિ માટે તેઓ અન્ય યોગીઓ સાથે ફરતાં રહ્યાં હતાં. શરીર / દેહ દમન કરવાથી આત્મજ્ઞાાન પ્રાપ્ત તશે એવું સિધ્ધાર્થ શરૃઆતમાં માનતાં હતાં. આખરે શરીર દમન છોડી તેઓ ધ્યાન પ્રવૃત્તિમાં લીન થયા. અને... સમાધી અવસ્થામાં 'બૌધત્વ' પામ્યા. પાંત્રીસ વર્ષની ઉંમરે સિધ્ધાર્થ ભગવાન બુધ્ધ બની ગયા. યશોધરા, બુધ્ધની સાધવી બનનાર પ્રથમ સ્ત્રી હતી. સતત ૪૫ વર્ષ પગપાળા ચાલીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. ચોમાસાની વિદાય બાદ, એક વેપારી યજમાનનાં ભોજન નિમંત્રણ સ્વીકારી તેના ઘરે ગયા. વેપારીનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધની તબીયત અચાનક લથડી ગઈ. તેમનાં શિષ્ય આનંદ સહિત અન્ય લોકોએ ભગવાન બુધ્ધને પાલખીમાં ઉંચકીને, તેમના જન્મ સ્થળ લુબીની તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કુશીનારા / કુશીનગર ખાતે, ભગવાન બુધ્ધને લાગ્યું કે, 'હવે શરીરની માયા સંકેલવાનો સમય આવી ગયો છે. પોતે ઉત્તર દિશા તરફ માથુ રાખીને બે વૃક્ષ વચ્ચે જમણા પડખે સુઇ જાય છે. શિષ્યને કોઇ અંતિમ પ્રશ્ન હોય તો પુછવા માટે આગ્રહ કરે છે. આખરે ધ્યાન મુદ્રામાં બુધ્ધ પોતાનો દેહ ત્યાગ કરે છે. દેહ ત્યાગનાં એક અઠવાડીયા બાદ, બુધ્ધના નશ્વર દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અને.... તથાગત ઇતિહાસનાં કાલખંડમાં વિલીન થઇ જાય છે. 


ચીનમાં ખોદકામ કરતાં શું મળ્યું ? 

ચીનમાં આર્કિઓલોજીસ્ટોએ ચીનનાં નિનચી ખાતે ગ્રાન્ડ પોએન મંદિરમાંથી ભગવાન બુધ્ધનાં અસ્થી અવશેષો શોધી કાઢ્યા છે. જેમાં ખોપરીનાં હાડકાનો ટુકડો પણ સામેલ છે. ૨૦૦૮ થી ૨૦૧૦ વચ્ચે આ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ લેખ ચાઇનીઝ ભાષામાં ૨૦૧૫માં પ્રકાશિત થયો હતો. જયારે તાજેતરમાં વિશ્વને આ તાજા સમાચાર અંગ્રેજી ભાષામાં મળ્યા છે. ખોદકામ દરમ્યાન, એક હજાર વર્ષ પ્રાચીન સ્તુપનું મોડેલ મળી આવ્યું છે. સ્તુપ મોડેલ ચંદનનાં લાકડાં, અને સોના ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે. જેમાં કિંમતી પત્થરો જડેલા છે. મોડેલનું કદ ચાર ફુટ બાય દોઢ ફુટનું છે. આ મોડેલને લોખંડની મજબુત પેટીમાં રાખવામાં આવ્યું હતું. લોખંડની પેટીને વળી પત્થરની પેટીમાં ગોઠવવામાં આવી હતી. આટલી ચોકસાઇ દર્શાવે છે કે અવશેષો ખરેખર કિંમતી હશે. ભગવાન બુધ્ધની ખોપરીનાં અસ્થિનો એક ટુકડો, એક દાબડામાં રાખવામાં આવ્યો હતો. દાબડાનો અંદરનો ભાગ સોનાનો છે. જયારે બહારનો ભાગ ચાંદીનો છે. આ કિંમતી દાબડાને ત્યારબાદ સ્તુપનાં મોડેલમાં ગોઠવવામાં આવ્યો હતો. મોડેલનાં બાહ્ય ભાગે ભગવાન બુધ્ધનાં ચિત્રો છે. પત્થરની પેટી ઉપર પણ લખાણ છે. આ લખાણ તોમેંગ નામનાં માણસે એક હજાર વર્ષ પહેલાં લખ્યું છે. તેણે ભગવાન બુધ્ધનાં અવશેષો ચીનમાં કેવી રીતે આવ્યા તેનું વર્ણન લખ્યું છે. પરીનિર્વાણ બાદ ભગવાન બુધ્ધનો અગ્નિસંસ્કાર હિરણાવટી નદિ કિનારે કરવામાં આવ્યો હતો. સમ્રાટ અશોકે ૮૪ હજાર સ્તુપમાં બુધ્ધનાં અવશેષો મોકલ્યા હતાં. 


જેમાંથી ઓગણીસ અવશેષો ચીનનાં સ્તુપોને મળ્યા હતાં. ભગવાન બુધ્ધનાં ખોપરીનાં હાડકાનાં ટુકડાને જે મંદિરમાં રાખવામાં આવ્યો હતો. તે મંદિરને ચૌદસો વર્ષ પહેલાં, વિવિધ યુદ્ધોનાં કારણે નુકસાન પહોંચ્યું હતું. રાજકીય અંધાધુંધીમાં બુધ્ધનાં અવશેષોની કોઇએ જાળવણી કરવાની દરકાર કરી નહીં. સમ્રાટ ઝેનઝોંગે મંદિર ફરી વાર બંધાવ્યું. ઇ.સ. ૧૦૧૧માં બુધ્ધ અને અન્ય બૌધ્ધ સંતોનાં અવશેષો આ મંદિરનાં ભોંયરામાં રાખવામાં આવેલ કમરાંમાં મુકવામાં આવ્યા હતાં. આ પવિત્ર કાર્ય માટે આશીર્વાદ આપતાં તેમિંગ લખે છે. સમ્રાટ આયુષ્યમાન બને, તેમને સેંકડો સંતાન એટલે કે પુત્ર જન્મે, જે દસ હજાર પૌત્ર ને જન્મ આપે. રાજ દરબારનાં રત્નો અને લશ્કરી અધિકારી, સમ્રાટને વફાદાર બની રહે. સોનાના દાબડા ઉપર કમળ, ફિનીક્સ પક્ષી અને રક્ષા કરનાર દેવોનાં ચિત્ર છે. બહારનાં ચાંદીનાં દાબડા પર અપ્સરાઓ વિવિધ વાજીંત્રો વગાડતા જોવા મળે છે. સ્તુપનાં મોડેલ પર ભગવાન બુદ્ધનાં જીવન પ્રસંગો છે. ચીનમાંથી મળી આવેલ ભગવાન બુધ્ધનાં અવશેષો ને ૨૦૧૨માં મેકાઓ અને હોંગકોંગમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. અવશેષોને નિહાળવા માટે ૧.૪૦ લાખ લોકોએ ટીકીટ ખરીદી હતી. 


બુધ્ધ : અંતિમ સમયકાળ 


બુધ્ધનાં દિવસોમાં બૌદ્ધ સંપ્રદાયમાં પણ  ગજગ્રાહ ચાલતો હતો. સમ્રાટ અજાત શત્રુનાં ગાદી ગ્રહણનાં આઠમાં વર્ષે ભગવાન બુધ્ધનું અવસાન થયું હતું. આ સમયે અજાતશત્રુ દુશ્મન રાષ્ટ્ર વાજી પર આક્રમણની તૈયારી કરી રહ્યો હતો. બુધ્ધ પણ ચોમાસાની ઋતુ પુરી કરીને વાજીમાં પ્રવેશ્યા હતાં. વૃધ્ધાવસ્થાનાં કારણે તેમનુ શરીર નબળું પડી ગયું હતું છતાં, ધીરે ધીરે તેઓ પગપાળા પ્રવાસ કરતાં હતાં. કહેવાય છે કે આ સમયે મૃત્યુનાં દેવતા મારા સાથે બુધ્ધની મુલાકાત થઇ હતી. જેણે તેમને નિર્વાણ પામવાનો સમય થઇ ગયો હોવાનું જણાવ્યું હતું. યશોધરા અને રાહુલ ઉપરાંત તેમનાં પ્રિય શિષ્ય મોગ્ગાલાના અને સાહી પુત્ર પણ મૃત્યુ પામ્યા હતાં. ભગવાન બુધ્ધે આનંદને જણાવ્યું હતું કે આ મહિનામાં એમનું મૃત્યુ / પરિનિર્વાણ થઇ જશે. બુધ્ધ પાવા નામનાં સ્થાને પહોંચ્યા હતાં. અહીં વસતા લુહાર કુંડા કુમારપુત્રનાં આંબાવાડીયામાં તેઓએ રોકાણ કર્યું હતું. તેમની સાથે વિશાળ સંખ્યામાં ભિક્ષુઓ હતાં. લુહાર કુંડાએ બુધ્ધને ભોજનનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે યજમાનને કહ્યું કે... તેઓ એકલા માત્ર સુક્ર-માદ્વ ગ્રહણ કરશે. 


બીજા ભિક્ષુઓ અન્ય ભોજન ગ્રહણ કરશે. તેમનાં ભોજન બાદ, તેમનાં માટે બનાવેલ વાનગી 'સુક્ર-માદ્વ' તેઓ દાટી દેશે જેથી અન્ય કોઇ તેને ગ્રહણ કરે નહીં. થયું પણ એમ જ, લુહાર કુડા કુમારપુત્રનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધને જીવલેણ દર્દ ઉપડયું. તેમણે આનંદને કહ્યું, તેમના મૃત્યુ માટે કુડાનાં ભોજનને દોષ દેશો નહીં. તેના પર બુધ્ધને મૃત્યુ મુખમાં પહોંચાડવાનો આરોપ લગાડશો નહીં. તબિયત બગડતાં જ બુદ્ધે, આનંદ સહિત ભિક્ષુઓને કુશીનારા / કુશીનગર તરફ પ્રયાણ કરવાની સુચના આપી. લાગે છે કે ત્યાંથી તેમની ઇચ્છા પાછાં તેમનાં જન્મ સ્થળ કપિલ વસ્તુ / લુંબીની તરફ જવાની હતી. માર્ગમાં બુધ્ધનું દર્દ અતિશય વધી ગયું. તેમણે આનંદને પાણી લાવવા કહ્યું. આનંદે કહ્યું, નદીનું પાણી બળદગાડાની અવર જવરનાં કારણે ખુબ જ ગંદુ થઇ ગયું છે. છતાં બુધ્ધે આગ્રહ કરી પાણી મંગાવ્યું અને પીધું. અહીંથી વધારે અશક્તિ વરતાતાં, બૌધ્ધ ભિક્ષુઓ તેમને ઝોળીમાં ઉંચકીને કુશીનગર લઇ આવ્યા. ભગવાન બુધ્ધે બે સાલવૃક્ષ વચ્ચે, ઉત્તર દિશામાં માથુ રહે તે પ્રમાણે તેમની શૈયા તૈયાર કરવાનું કહ્યું. હવે તેમણે ભિક્ષુઓને અંતિમ સવાલો પુછવા કહ્યું. કોઇએ સવાલ કર્યા નહીં. જમણી બાજુ પડખુ મુકીને તેઓ ધ્યાનાવસ્થમાં પહોંચી ગયા. ધ્યાનાવસ્થાનાં ચોથા ચરણમાં તેમણે દેહ ત્યાગ કર્યો. 


ત્રિકાયા : મહાયાન દ્રષ્ટિકોણ 

બુધ્ધ શરીરનાં ત્રણ અલગ અલગ સ્વરૃપને બૌધ્ધ સ્તુપ કે પેગોડામાં મુકવામાં આવે છે.  બુધ્ધનાં યુવાનીનાં શરીર જેમાં તે સંસારનાં ભૌતિક સુખમાં લીન હતાં. તે સંભોગ કાયા કહેવાય છે. મહાભિનીષ્કરણ બાદની જ્ઞાાન પ્રાપ્તિ અવસ્થા પછીનું શરીર ધર્મકાયા તરીકે ઓળખાય છે. મનુષ્ય જે શરીર લઇને જન્મે છે અને જે શરીર લઇને મૃત્યુ પામે છે. તે શરીર એટલે 'નિર્માણ કાયા'.  ધર્મકાયા એટલે વાતાવરણ, સંભોગકાયા એટલે વાદળો અને નિર્માણ કાયા એટલે વરસાદ. ભગવાન બુધ્ધનાં મહાનિર્વાણ બાદ, સાત દિવસ સુધી તેમનો દેહ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમનાં શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો. અગ્નિદાહની અંતિમ ક્રિયા બાદ, તેમનાં અસ્થિ ફુલોને, બુધ્ધનાં સનિષ્ઠ અનુયાયીઓને આપવામાં આવ્યા. સાત અલગ અલગ પ્રાંતનાં હથિયાધારી સૈનિકો ભગવાન બુધ્ધનાં અસ્થિફુલો લેવા માટે આવી પહોંચ્યા. ખુના મરકી ન થાય તે માટે મુખ્ય ભિક્ષુએ અસ્થિ અવશેષોને આઠ ભાગમાં વહેંચી દીધા. ચિતાનો રાખમાંથી એક ભાગ લેવામાં આવ્યો અને જે પાત્રમાં આ સમગ્ર એકઠુ કરવામાં આવ્યું હતું. તે પાત્રને એક ભાગ ગણવામાં આવ્યો. આમ બુધ્ધનાં અવશેષો દસ સેટનો બન્યો હતો. દસ સેટનાં આઠ સરખા ભાગ કરી, સાત ભાગ સૈનિકોને આપવામાં આવ્યા. જયારે એક ભાગ, બૌધ્ધ ભિક્ષુઓએ રાખ્યો હતો. આમ બૌધ્ધ ધર્મમાં માનતાં લોકો પાસે ભગવાન બુધ્ધનાં અવશેષો પહોંચી ગયા. એક સદી બાદ, સમ્રાટ અશોકે ફરિવાર, ભગવાન બુધ્ધનાં અવશેષો અલગ અલગ દેશોમાંથી એકઠા કરાવ્યા. એ સમયે મૌજુદ ૮૪ હજાર સ્તુપમાં ભગવાન બુધ્ધનાં અવશેષો તે ફરિવાર વિતરણ કરવામાં આવ્યા હતાં. 


તથાગત : મેડિકલ સાયન્સ રિપોર્ટ ? 

મેડિકલ સાયન્સ સ્ત્રોતમાં આલેખેલ ચિન્હોને લઇને બુધ્ધની બીમારી / શારીરિક સ્થિતિનું અંદાજીત દ્રશ્ય કલ્પે છે. મહાપરિનિર્વાણ સુત્ર કહે છે કે લુહાર કુડાં કુમાર પુત્રનાં ત્યાં ભોજન લીધા બાદ, બુધ્ધની તબિયત વધારે લથડી હતી. 'શુકર માદ્વ' નામનાં ભોજનને પશ્ચિમી જગત પોર્ક એટલે કે સુવરનું માંસ ગણે છે. કેટલાક તેને મશરૃમ એટલે કે બિલાડીનાં ટોપમાંથી બનેલ ગણાવે છે. ભારતિય નિષ્ણાતનાં મત પ્રમાણે આ ભોજન, જમીનમાં થતાં કંદમુળ 'સુરણ' દર્શાવે છે. જે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં પણ ખાઇ શકાય છે. આખી જિંદગી અહિંસાનો ઉપદેશ આપનાર મહા માનવ 'માંસાહાર' કરે એ વાત જ માની શકાય તેમ નથી. ડૉ. મેટેનનાહો નામનાં તબીબ બૌધ્ધ ભિક્ષુ છે અને સંત બનતા પહેલાં થાયલેન્ડમાં તબીબી પ્રેકટિસ કરતાં હતાં. તેમણે પણ બૌધ્ધની બિમારી વિશે પ્રકાશ ફેંકે તેવો સંશોધન લેખ લખ્યો છે. ભગવાન બુધ્ધ લુહારનું ભોજનનું આમંત્રણ સ્વીકારે છે. તે બતાવે છે કે ૮૦ વર્ષની ઉંમરે પણ તેમનું પાચન તંત્ર બરાબર કામ કરતું હશે. ફુડ પોઇઝનીંગ વડે બુધ્ધની તબીયત બગડી ન'હતી. ફુડ પોઇઝનીંગમાં મળ વાટે લોહી પડતું નથી. આનંદ પાસેથી પાણી પીધા બાદ તેમને થોડી રાહત થઇ હતી. જે બતાવે છે કે કોઇ બીમારીનો આ સેકન્ડ એટેક હતો. તેમની બગડતી તબિયત માટે ભોજન કે લુહાર કુંડાને જવાબદાર ન ગણવાનું બુધ્ધે કહ્યું હતું. જેનો મતલબ થાય કે બુધ્ધને પોતાની જુની બીમારીનો ખ્યાલ હતો. તબીબી સારવાર મળવાની આશાએ ભગવાન બુધ્ધે કુશીનારા / કુશીનગર તરફ પ્રયાણ કર્યું હોઇ શકે. તબીબી જગત બુધ્ધની બિમારીને મેસેન્ટ્રીક ઇન્ફાર્કશન કહે છે. જે મોટાભાગે વૃધ્ધ વ્યક્તિને થાય છે. જેને કારણે નાના આંતરડાને મળતા લોહીનો પુરવઠો ખોરવાઇ જાય છે. ભોજનમાં વધારે પદાર્થ લેવામાં આવે ત્યારે, આંતરડાને લોહીનો વધારે પ્રવાહ જોઈએ છે. જે મળતો નથી. આંતરડાની આંતરીક સપાટી નુકસાન થતાં લોહી ઝરે છે. જેથી મળત્યાગ વખતે લોહી જોવા મળે છે. આંતરડામાં કાણું થતાં કે તુટતા પ્રવાહી અથવા પદાર્થ પેટનાં આંતરડાને પકડી રાખતા ભાગમાં પ્રવેશે ત્યારે ખુબ જ પીડા થાય છે. જે વૃધ્ધ માટે જીવલેણ સાબીત થાય છે. જેને માત્ર સર્જરી એ જ સુધારી શકાય. લોહીમાં બેકટેરીયાનું ઝેર ઉમેરવાથી રોગ વધારે ઝડપથી વકરે છે. આ સમયકાળમાં કેન્સર, ટીબી, ટાઇફોઇડ જેવા રોગ થવા સામાન્ય વાત હતી.


આર્યો અને સિંધુ ખીણની સભ્યતા : ભારતીય ઇતિહાસનું રહસ્યમય પ્રકરણ

  આધુનિક સંશોધન આર્યોના સ્થળાંતરની થિયરીને સાચી સાબિત કરે છે ?

મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં અવતારી પ્રજા 'આર્ય' હતી ? આજનો ભારતીય નાગરિક 'આર્યો'ના સંતાનો છે. જો એમ જ હોય તો, આપણે ઇતિહાસમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, હરપ્પા, લોથલ અને મોહેન્જોડારોના ઇતિહાસ ભણી ગયા એ લોકો કોણ હતા ? સિંધુ ખીણ સભ્યતાનો પાયો નાખનાર લોકો ખરેખર 'આર્ય' હતા ? ભારતીય આર્ય પ્રજા આ ભૂમિખંડમાં જ સર્જન પામી હતી કે અન્ય ખંડમાંથી સ્થળાંતર પામીને ભારતીય ઉપખંડમાં આવી હતી ? આપણો ઇતિહાસ અનેક રહસ્યો ધરબીને બેઠો છે. આપણે જ આપણા શરુઆતના ઇતિહાસથી અજાણ છીએ. મોહેન્જોડારોના લોકોની લિપિ કે ભાષા વિશે આપણે સંપૂર્ણ અજ્ઞાાની છીએ. જો સિંધુ ખીણની સભ્યતાવાળા લોકોના ઇતિહાસ, ભાષા, લિપિ વગેરેથી આપણે પરિચિત ન હોઈએ ત્યારે, ભારતીય લોકોનું મૂળ ક્યાંથી શોધવું ? અથવા મૂળ ભારતીય પ્રજા કોણ હતી ? આર્ય, અનાર્ય (દ્રવિડો) કે અન્ય લોકો ? બાલ ગંગાધર ટિલકથી માંડી આજના આધુનિક વૈજ્ઞાાનિકો 'જીનેટિક્સ' જેવી વિદ્યા શાખાનો સહારો લઈને 'આર્ય' પ્રજા અને તેમના યુરોપથી એશિયા ખંડ તરફના સ્થળાંતરની થિયરી સાચી પડવા માંડી કે ઉકેલવા માંગે છે પરંતુ ગૂંચ ઉકેલવાની જગ્યાએ કોકડું ગૂંચવાતું જાય છે ? આખરે ભારતીય લોકો અને 'આર્ય' વચ્ચેનો સંબંધ અને ઇતિહાસના રહસ્યો ક્યારે ઉકેલાશે ? આધુનિક જનીનશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ભાષા વિજ્ઞાાન વગેરે 'આર્ય' વિશે શું કહે છે ? 

મેલુહા : આપણા પૂર્વજો વિશે આપણે જ અંધારામાં છીએ ! 

સિંધુ ખીણની સભ્યતાવાળા શહેરોનું બાંધકામ કોણે કર્યું હતું ? ભારતીય ઇતિહાસને મૂળભૂત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવો હોય તો, ઉપરોક્ત સવાલનો જવાબ મેળવવો ખૂબ જ આવશ્યક છે. આ સવાલનો જવાબ ન મળતાં, આજે આપણે છીએ તેવા 'ભારતીયો' કેવી રીતે બન્યા તે સવાલ પણ વણઉત્તર રહે છે. આપણો સાંસ્કૃતિક વારસો, આપણું નૃવંશશાસ્ત્ર, આપણું ભાષા વૈવિધ્ય વગેરેનો વિકાસ સમજવા માટે 'મોહેન્જોડારો'થી શરુઆત કરવી પડે. આખા ભારત વર્ષમાં આપણે કઈ રીતે ફેલાઈ ગયા ? એનો જવાબ કોણ આપશે ? ઉપરોક્ત સવાલોના જવાબ આપવા માટે ઇતિહાસકારો, પુરાતત્ત્વવિજ્ઞાાનીઓ ભાષા વિજ્ઞાાનીઓ અને જનીનશાસ્ત્રીઓએ પ્રયત્નો કર્યા છે ત્યારે, સંવાદ કરતા વિવાદ અને વિખવાદ વધારે થયો છે. ૧૯૨૦ના દાયકામાં સિંધુ ખીણની સભ્યતા લોકો સમક્ષ આવી ત્યારે 'આર્ય' પ્રજા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું ! જે માણસોએ સિંધુ ખીણના શહેરોનું સર્જન કર્યું હતું. એ લોકોનો આમાં કોઈ વાંક નથી. આશરે પાંચ વર્ષ પહેલા ભારતીય દ્વીપખંડમાં આવી દુર્લભ સભ્યતાનો વિકાસ એ આપણી ગૌરવ ગાથા છે. સિંધુ ખીણના આપણા પૂર્વજોએ તેમની લિપિ અને લખાણો, માટીની તકતીઓ, ધાતુના સિક્કાઓ, માટીના વાસણો વગેરે પર મૂકતા ગયા છે પરંતુ આપણે તેને ઉકેલી શક્યા નથી ? આ કારણે આપણે જાણતા નથી કે તે સમયનો સમાજ કે રાજવી કેવા હતા ? તેઓ ભારતીય ઉપખંડમાં ક્યાંથી આવ્યા હતા ? તેઓ કઈ ભાષા બોલતા હતા ? આપણે તેના વિશે કાંઈ જ જાણતા નથી. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે આ સમયે સિંધુ ખીણના લોકો સાથે વ્યાપાર કરનારા આ લોકોની 'ભૂમિ'ને 'મેલુહા' તરીકે ઓળખતા હતા. કેટલાક ભાષા વિજ્ઞાાનીઓ દલીલ કરે છે કે 'મેલુહા'ના વતનીઓ પ્રોટો-દ્રવિડિયન લેંગ્વેજ એટલે કે આજની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બીજી ભાષાના પૂર્વજ જેવી આદિભાષા વાપરતા હતા. કેટલાક લોકો કહે છે કે, હરપ્પાના લોકો આજના 'મુંડા' આદિવાસી લોકોના પૂર્વજો હતા કેટલાક કહે છે કે તેઓ સંસ્કૃતની જનેતા જેવી આદ્ય ભાષા પ્રોટો- સંસ્કૃત બોલતા હતા. આ લોકો પાસે માત્ર દલીલો છે અને... પોતાની સત્ય સાબિત કરવા માટે કોઈ જ પુરાવાઓ નથી. જનીન શાસ્ત્રીઓએ આધુનિક વિજ્ઞાાન અને ટેકનોલોજી વાપરીને સિંધુખીણની સભ્યતા અને આર્યો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરે છે પરંતુ તેનું પરિણામ 'વિવાદ' પેદા કરે છે. 

સિંધુ ખીણના સાચા વારસદાર : 


વર્ષો પહેલાં હરિયાણાના રાખીઘટી ગામમાંથી ખોદકામ કરતા ચાર પ્રાચીન હાડપિંજરોના અવશેષો મળી આવ્યા હતા. જેમાં એક યુગલ, એક છોકરા અને એક પુરુષનો સમાવેશ થતો હતો. જ્યારે સિંધુ ખીણની સભ્યતા પુરબહાર ખીલી હતી ત્યારે આ લોકો જીવિત હતા. એટલે કે રાખીગઢીના અવશેષો અંદાજે ૪૬૦૦ વર્ષ જેટલા પ્રાચીન છે. નવી દિલ્હીથી સાત કલાક દૂર આવેલ હિસાર જિલ્લાનું એક હરિયાળું ગામ એટલે 'રાખી ગઢી' ડેક્કન કોલેજ પુનાના વાઇસ ચાન્સેલર વસંત શિંદેની ટીમમાં રહેલા પુરાતત્ત્વ વિશારદોએ અહીં ખોદકામ કર્યું હતું. ૨૦૧૪થી અહીં ખોદકામ થતું આવ્યું છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાના વૈજ્ઞાાનિકોએ અહીંથી મળી આવેલા અવશેષો પરથી DNA અલગ તારવવાનું કામ કર્યું છે. અસ્થિઓ ઉપરથી ૩૦ શહેરો રચવાની કોશિષ કરી છે. આ લોકોનું શારીરિક બંધારણ જાણવાની કોશિષ કરી છે. રાખી ગઢીથી સો કિ.મી. દૂર ફરમાણા ગામ આવેલું છે. અહીં ૨૦૦૭થી ૨૦૧૦ સુધી ખોદકામ કરી અશ્મિઓ ભેગા કરવામાં આવ્યા હતા. જો કે, વૈજ્ઞાાનિકો અથાગ પ્રયત્નો કરવા છતાં તેમને પણ નિષ્ફળતા મળી હતી. આ કારણે રાખી ગઢી ખાતે ફરીવાર ખોદકામ કરવામાં આવ્યું હતું. અવશેષોમાંથી બિરબલ શાહની ઇન્સ્ટીટયૂટ ઓફ પેલીઓ સાયન્સ, લખનૌના જનિન વિજ્ઞાાની નિરજ રાય અને અન્ય લોકો રાખીગઢીમાંથી મળેલા અવશેષોના ડીએનએનું પૃથક્કરણ કરવા માટે તલપાપડ બન્યા છે. એનું પરિણામ શું આવશે આપણે જાણતા નથી. છતાં પણ તાજેતરમાં વૈજ્ઞાાનિકોએ ભારતીય લોકોના ડીએનએ પર સંશોધન કરી 'આર્ય' લોકો સાથે આપણો સંબંધ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે. મનુષ્ય શરીરમાં ડીએનએ બે રીતે પ્રાપ્ત થાય છે. કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોનું ડીએનએ અને બીજું કણાભ સૂત્રોમાં રહેલ એમટી ડીએનએ એમટી ડીએનએ માતાના ડીએનએને વારસામાં મળતું જાય છે. આ ડીએનએ બદલાયા વગર સ્ત્રીઓ દર પેઢીએ અન્ય સ્ત્રીઓને આપતી રહે છે. જો કે આપણા ઇતિહાસ બિંદુ જેવા સમયકાળ માટે વૈજ્ઞાાનિકો જાણવા માંગે છે કે ભારતીય મૂળના આદિ ઇતિહાસના સૂત્રધાર જેવા 'આર્યો' ક્યાંથી અને કયા માર્ગે હિન્દુસ્તાનમાં આવ્યા હતા. ઇતિહાસકારો પાસે તેમના સ્થળાંતરને લગતી અલગ થિયરી છે. જીવન નિર્વાહ ચલાવવા અને પોતાની પ્રજાતિને સમૃદ્ધ અને સલામત રાખવા માટે 'આર્યો'એ યુરોપ ખંડ તરફથી એશિયા ખંડ તરફ પ્રસ્થાન કર્યું હોય તો માનવા જેવું છે કે પુરુષોનું પ્રમાણ તેમાં વધારે હોવું જોઈએ. આ કારણે એમ.ટી. ડીએનએના તારણો ભૂલ ભરેલા નીકળે. પુરુષોના 'રૃ' જનિનના ડીએનએને ધ્યાનમાં રાખીને ડીએનએનું પૃથક્કરણ કરવું પડે.

 આર્ય પ્રજાનું સાંસ્કૃતિક આક્રમણ : જીનેટિક્સની નજરે

'ઇવોલ્યુશનરી બાયોલોજી'ના અંકમાં બ્રિટનના વૈજ્ઞાાનિક માર્ટિન રિચાર્ડનો સંસોધન લેખ પ્રકાશિત થયો છે. આર્યોના સ્થળાંતરને લગતું સંશોધન કરવું હોય તો 'વાય' ગુણસૂત્રો આઘારિત ડીએનએનું પૃથક્કરણ કરવું પડે. ઇતિહાસકારોના મત પ્રમાણે, 'આર્યો' ભારતમાં આવ્યા તે પહેલા પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ વિકસેલી હતી. ઇ.સ. પૂર્વે ૫.૫૦ હજાર વર્ષ પહેલા તેની શરુઆત થઈ હતી. ઇ.સ. પૂર્વે ૪૦૦ હજાર વર્ષ પહેલા તેઓ ખેતી કરતા હતા અને ઇ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં તેઓ શહેરનો વિકાસ કરી ચૂક્યા હતા. ઇ.સ. પૂર્વે ૨૦૦થી ૨૫૦ હજાર વર્ષ પહેલાં સિંધુખીણની સભ્યતા તેની ચરમસીમા પર પહોંચેલી હતી. જેની સરખામણી તે સમયના ઇજીપ્તની સભ્યતા, બેબેલોનની સભ્યતા અને સુમેરીયા સાથે કરી શકાય તેવી હતી. કહેવાય છે કે મધ્ય એશિયામાંથી પશુપાલન કરનારી 'આર્ય' પ્રજા ઇ.સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં આવીને ફેલાઈ ગઈ હતી. હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને આવેલી પ્રજા સિંધુ ખીણની સભ્યતાના સંપર્કમાં આવી હતી. આર્યનું મધ્ય એશિયામાંથી ભારતીય ઉપખંડમાં આગમન એ માત્ર સ્થળાંતર જ ન હતું. એક પ્રકારનું સાંસ્કૃતિક આક્રમણ હતું. આ લોકોનું આગમન સિંધુ ખીણની સભ્યતાના વિનાશનું કારણ બન્યું એમ કેટલાક નિષ્ણાતો કહે છે. જેને સર્વ સંમતિથી સ્વીકારી શકાય તેમ નથી. ઇતિહાસના નામે આપણી પાસે દંતકથાઓના સમૂહ જેવો, ધાર્મિક લખાણોનો સંગમ એવો 'વેદ' છે. ભારતીય ઇતિહાસમાં ધાર્મિક ગ્રંથો તરીકે તેનું મુખ્ય અમૃત્ય છે. તેમાં કેટલાક યુદ્ધ અને તેના પરિણામો પણ છે. જો કે તેની ઐતિહાસિક વિશ્વસનીયતામાં ભરોસાનું તત્ત્વ કેટલું મૂકવું એ મુખ્ય સવાલ છે. ઇવોલ્યુશનરી બાયોલોજીમાં પ્રકાશિત સંશોધન લેખમાં પ્રો. માર્ટિન રિચાર્ડના તારણો કહે છે કે, 'આજથી પાંચ હજાર વર્ષ પહેલાથી માંડીને સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં યુરેશીયાના લોકોના ધાડેધાડા ભારત ભૂમિમાં પ્રવેશ્યા હતા. 'વાય' ગુણસુત્રના ડીએનએનું પૃથક્કરણ કરતા જાણવા મળ્યું હતું. કે ભારતીય પુરુષોના જેનોમમાં ૧૭.૫૦ ટકા હિસ્સો ખાસ પ્રકારના હેપ્લોગુ્રપ આરવનએ ધરાવે છે. આ આરવનએ હેપ્લો ગુ્રપ આધુનિક કાળમાં મધ્ય એશિયા, યુરોપ અને દક્ષિણ એશિયાના લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેનો સારાંશ એ જ કે તામ્રયુગમાં મધ્ય એશિયાનું ડીએનએ પુરુષોના સ્થળાંતર દ્વારા ભારતીય ઉપખંડમાં પહોંચ્યું હતું. આ સમયગાળામાં યુરોપ એશિયામાંથી લોકો અન્ય દ્વિપખંડો કે ભૂમિખંડ પર પણ પહોંચ્યા હતા. ભારતીય લોકોમાં આરવનએની હાજરી ધરાવતો ઇન્ડો- યુરોપીયન ભાષા બોલનારા ભારતીય ઉપખંડમાં પહોંચ્યા હતા તેની સાબિતી આપે છે. આ વિધાનના કારણે અનેક વિવાદો પણ પેદા થયા છે.

 ભારતીય લોકોના ડીએનએમાં શું છે ?



૨૦૦૯માં નેચર મેગેઝીનમાં રિકન્સ્ટ્રક્ટીંગ ઇન્ડિયન પોપ્યુલેશન હીસ્ટ્રી નામે લેખ પ્રકાશિત થયો હતો. જેમાં ભારતની પ્રજાના જેનોમને તેમની લાક્ષણિકતા પ્રમાણે બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો હતો. એક ભાગ 'એન્સેસ્ટ્રલ નોર્થ ઇન્ડિયન' અને બીજો 'એન્સ્ટ્રેસ્લ સાઉથ ઇન્ડિયન', ઉત્તર ભારતના લોકોને જેનોમ કે જીનેટિક સંબંધ મધ્યપૂર્વના લોકો, મધ્ય એશિયાના લોકો અને યુરોપીયન સાથે વધારે ઓળખાય છે. શું તેને આપણે 'આર્ય' પ્રજાના વંશજો કહીશું ? એન્સેસ્ટ્રલ સાઉથ ઇન્ડિયનને લોકોનું ડીએનએ વિશિષ્ટ છે. જે આઉટ ઓફ આફ્રિકાની થિયરીને વધારે મજબૂતીથી વળગી રહે છે. આજનો ભારતીય પ્રજામાં નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન ડીએનએનું જટીલ મિશ્રણ છે. ૨૦૧૪માં સ્ટેનફોર્ડ યુનિ.ના જનીન વિજ્ઞાાની પિટર અન્ડરહીલે પણ એક સંશોધન લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં યુરોપ એશિયાની વિવિધ ૧૨૬ જેટલી નાની- ભૌગોલિક પ્રજાતિના લોકોમાંથી ૧૬ હજાર જેટલા પુરુષોને પસંદ કરી જેમનું જીન-મેપીંગ કરવામાં આવ્યું હતું. સંશોધનનું પરિણામ બતાવતું હતું કે, 'આ સેમ્પ નાનું આરએવન હેપ્લો ગુ્રપ, બે અલગ અલગ સબહેપ્લોન ગુ્રપ Z282 અને Z93ની શાખા છે. યુરોપના સેમ્પલનું ૯૦% આર વન એ સબ ગુ્રપ Z282 ને મળતું આવે છે. જ્યારે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના ડીએનએનું ૯૮.૪૦% આરવનએ લાઇનેજ સહ હેપ્લોગુ્રપ Z93 ને મળતું આવે છે. ઇ.સ. પૂર્વે ૫૮૦૦ વર્ષ પહેલાં Z282 અને Z93 જેવા બે અલગ અલગ હેપ્લો ગુ્રપના ફાંટા પડયા હતા.' Z93 સબ ગુ્રપના ત્રણ મહત્ત્વના ગુ્રપ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને હિમાલય પ્રદેશમાં વહેંચાયેલા જોવા મળે છે. કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા 'વાય' ક્રોમોસોના ડીએનએ ઉપર ખાસ મકસદથી વધારે સંશોધનની જરૃર જણાય છે.Z93માં ૪.૦થી ૪.૫૦ હજાર વર્ષ પહેલાં બે ફાંટા વધારે પહોળા થતા જોવા મળે છે. યાદ રહે કે આ સમયે જ સિંધુ ખીણની સભ્યતાનું પતન થવાની શરુઆત થઈ હતી. ભારતમાં ઇન્ડો- યુનિયન ભાષા બોલનારા ૪થી ૩.૫૦ હજાર વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં પ્રવેશવા માંડયા હતા. એન્સેસ્ટ્રલ નોર્થ ઇન્ડિયન શાખાઆ માઇગ્રેશન/ સ્થળાંતર સમયમાં વધારે ફેલાવા લાગી હોવી જોઈએ.